Nawanagar Time
ધાર્મિક

ભારતીય સંસ્કૃતિમાં થઈ ગયાં છે આવા ઉદ્દાત ગુરુઓ

such-gravitational-gurus-have-become-indian-culture

સામાન્ય રીતે એવી પ્રથા રહી છે કે ગુરુ હમેંશા વંદનીય હોય છે. તેમનો આદર માતપિતા જેટલો જ કરવામાં આવે છે. ગુરુ વચનની ઉપેક્ષા કરવામાં આવતી નથી. ભારતીય સંસ્કૃતિમાં એવા ગુરુ અને એવા શિષ્ય થઈ ગયા કે જેમણે આ સંબંધને અમર કરી દીધો. આમાંથી એક ગુરુ શિષ્યનો કિસ્સો તો એટલો નિરાળો છે કે જેમાં શિષ્યને ગુરુ સામે જ લડવાની નોબત આવી. જો કે તે પાછા પડ્યાં નહોતાં.. તો ચાલો જાણીએ આ ગુરુ શિષ્યો વિશે…

શિવજી

પરશુરામને પણ ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. તેમના ગુરુ હતા ભગવાન શિવ. પરશુરામ ભારે તેજસ્વી હતા. શિવજી સમયે સમયે તેમની પરીક્ષા લેતા રહેતા હતા. એક વખત એવું થયું કે પરશુરામને શિવજીએ એક આદેશ આપ્યો. તેમણે પરશુરામને કહ્યું કે તે તેમની સાથે જ યુદ્ધ કરે. ગુરુ પર હથિયાર ઉગામવું એ તો નીતિની વિરુદ્ધની બાબત ગણાય. આથી પરશુરામ તૈયાર ન થયાં. આમછતાં તે વિચારમાં પડી ગયા કે ગુરુએ આવું કેમ કહ્યું હશે. શિવજીએ તેમના પર દબાવ બનાવવો શરૂ કર્યો. તેમણે કહ્યું કે તમારે યુદ્ધ કરવું જ જોઈએ. ભારે દબાણને વશ થઈને પરશુરામ ભગવાન શિવ સામે યુદ્ધ મેદાનમાં ઉતરી પડ્યા. બંને વચ્ચે ઘોર યુદ્ધ થયું. પરશુરામના બાણોને શિવજીએ પોતાના ત્રિશૂળથી કાપી નાંખ્યા. આખરે પરશુરામે શિવજીએ આપેલું શસ્ત્ર ફરશું ઉપાડી. તેનાથી વાર કર્યો. શિવજીએ પોતાના શસ્ત્રનું માન રાખતા આ વારને ઝીલ્યો. જેમાં તેમાં મસ્તક પર વાગ્યું. એ પછી યુદ્ધ સમાપ્તિ થઈ. ભગવાન શિવે પરશુરામને ગળે લગાડ્યા. તેમણે તેમના યુદ્ધ કૌશલ્યના વખાણ કર્યા. તેમણે કહ્યું કે સાચો ગુરુ એ જ ગણાય કે જે પોતાના શિષ્યને પોતાનાથી અધિક સ્તરે આગળ લઈ જાય. સાથોસાથ પરશુરામના નીતિની વિરુદ્ધ ન જવાના મંતવ્યની પણ તેમણે પ્રશંસા કરી. તેમણ આદેશ આપતા કહ્યું કે અન્યાય અને અધર્મની સામે લડવું એજ સૌથી મોટો ધર્મ છે. પછી સામે કોઈ પણ હોય.

સંદીપની ઋષિ

વિષ્ણુ ભગવાનના અવતાર તરીકે ભગવાન શ્રીકૃષ્ણનું પૃથ્વી પર આગમન થયું. તેઓ પોતાના ભાઈ બલરામ અને મિત્ર સુદામા સાથે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા. તેમણે આશ્રમના નિયમો પ્રમાણે બ્રહ્મચર્યનું પાલન કરવાનું હતું. શ્રીકૃષ્ણ 64 દિવસો સુધી આ ઋષિ પાસે રહ્યાં તેમની પાસેથી શાસ્ત્ર શસ્ત્રના તમામ પાઠ ભણ્યા. તેમણે 18 દિવસોમાં 18 પુરાણ અને 4 દિવસોમાં 4 વેદો શીખી લીધા. તે પછી 6 દિવસમાં 6 શાસ્ત્રો અને 16 દિવસમાં 16 કળાઓ શીખી. એ સિવાય શ્રીકૃષ્ણે 20 દિવસોમાં જીવન સાથે જોડાયેલી બીજી અન્ય બાબતો શીખી લીધી. પોતાના ગુરુની ખુબ સેવા કરી.

વશિષ્ઠ ગુરુ

શ્રીહરિનો જ એક મહત્વપૂર્ણ અવતાર એટલે ભગવાન શ્રીરામ.. શ્રી રામે વશિષ્ઠ ગુરુ પાસેથી શિક્ષણ મેળવ્યું. તેઓ વેદ વેદાંગોમાં પારંગત થયા. તેઓ પોતાના ત્રણેય ભાઈ સાથે આ વશિષ્ઠ ઋષિ પાસે ભણતા હતા. તે પછી તેમણે આગળનું શિક્ષણ બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર પાસેથી મેળવ્યું. વિશ્વામિત્રે તેમને ગૂઢ વિદ્યા વિશે અવગત કરાવ્યા. સાથોસાથ રામ લક્ષ્મણને અસ્ત્ર શસ્ત્ર વિશે જ્ઞાન આપ્યું. બ્રહ્મર્ષિ વિશ્વામિત્રના આદેશથી તેમણે રાજા જનકના દરબારમાં શિવ ધનુષ્યને તોડી નાંખ્યું. તેઓ પરમ યાજ્ઞાકારી શિષ્ય હતા.

ભગવાન વિષ્ણુના ગુરુ ભગવાન શિવ

ભગવાન વિષ્ણુએ ખુબ તપ કર્યું. તેમણે ભગવાન શિવને ગુરુ પદે સ્થાપ્યા. તેમની પાસેથી વિશેષ જ્ઞાન ગ્રહણ કર્યું. ભગવાન શિવે પણ તેમને અનન્ય હથિયાર એટલે કે સુદર્શન ચક્રની ભેટ  ધરી. સુદર્શન ચક્ર એ ભગવાન વિષ્ણુનું સૌથી શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. જ્યારે શિવજીએ ભગવાન વિષ્ણુને સૃષ્ટિના પાલનહાર તરીકે પોતાનાથી પણ ઉંચો દરજ્જો આપ્યો.  ભગવાન વિષ્ણુ હમેશા સત્ય ધર્મની રક્ષા માટે લડતા આવ્યા છે લડતા રહેશે.

Related posts

જામનગરના તમામ વોર્ડમાં ધનવંતરી રથ ફરશે

Nawanagar Time

જય શ્રીરામ: વડાપ્રધાન મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ

Nawanagar Time

રામજન્મ ભૂમિ મંદિર માટે પવિત્ર જળ-માટી અયોધ્યા મોકલાઈ

Nawanagar Time

Leave a Comment