Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં શાકભાજીની ધૂમ આવક: ટામેટાના ભાવ આસમાને

sugar-revenue-in-jamnagar-tomato-prices-suddenly

ડુંગળી રૂા.10થી 15ની 1 કીગ્રા, ટામેલા રૂા.40, અન્ય લીલા શાકભાજી સામાન્ય ભાવે મળતાં ગૃહીણીઓમાં આનંદ

જામનગર:-જામનગરમાં શાકભાજીની મબલખ આવક થતાં ભાવમાં ઘટાડો થયો છે, ટમેટાના ભાવમાં વધારો જોવા મળ્યો છે અન્ય તમામ શાકભાજી સામાન્ય ભાવમાં મળી રહ્યાં છે, બજારમાં તમામ લીલા શાક મળી રહ્યા છે હાલ શિયાળાની સીઝન ભરપુર પ્રમાણમાં લીલા શાક બજારોમાં મળી રહ્યા છે તમામ પ્રકારના શાક ઉપરાંત ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

જામનગરની બજારોમાં લીલા શાકભાજી ભરપુર પ્રમાણમાં મળતાં ગૃહીણીઓ પણ હોંશભેર ખરીદી કરતી જોવા મળી છે ઉનાળાના સમયમાં જે શાકભાજી નથી મળતા તે તમામ શાક હાલ ઉપલબ્ધ હોય આથી બાળકો ભોજનમાં મનપસંદ વેરાયટીઝ બનાવી શકાય છે, હાલ ભીંડા લીલી ડુંગળી, ગાજર, વટાણા, ચોરી સહીતના શાક બજારોમાં મળી રહ્યાં છે.

હાલ શિયાળાનો સમય હોય શરીરને પોષણ મળે તેવા તમામ પ્રકારના શાક બજારોમાં ઉપલબ્ધ હોય આથી લોકો શિયાળુ વાનગી બનાવી આરોગતા થયા છે.

અત્રે નોંધનીય છે કે બજારોમાં તમામ પ્રકારના શાકના ભાવ નીચા જોવા મળ્યા છે, ત્યારે ટમેટા એક માત્રના ભાવ રૂપિયા 40 લેખે જોવા ઉંચા મળ્યા છે તમામ શાક રૂપિયા 20થી 60 લેખે મળી રહે છે. તેમજ આદુ  રૂા.80થી 100 અને ચોળી, વટાણા રૂા.60થી 70 લેખે મળી રહે છે આ તમામમાં માત્ર ટામેટાના ભાવ ઊંચા જોવા મળ્યા છે અને ડુંગળીના ભાવમાં લોકોને રાહત મળી છે.

Related posts

રણજીતસાગર ડેમમાંથી કાપ ન કાઢવાના આદેશનો ઉલાળિયો

Nawanagar Time

જામનગરની જેલમાંથી પાકા કામનો કેદી નાશી છૂટ્યો

Nawanagar Time

રાજ્યના બે લાખમાંથી 15 હજાર શિક્ષકો જ ઓનલાઈન કોર્ષમાં જોડાયા

Nawanagar Time

Leave a Comment