Nawanagar Time
જામનગર

જામનગરમાં પરપ્રાંતિય યુવાનનો અકળ કારણોસર આપઘાત

જામનગર: જામનગરમાં અંબર સિનેમા સામેની શેરીમાં રહેતા એક પરપ્રાંતીય યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે સીટી બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમા સામેની શેરીમાં સુપથ એપાર્ટમેન્ટ મા ગ્રાઉન્ડ ફ્લોર માં રહેતા પ્રકાશ ભીમરાવ પાટીલ નામના 41 વર્ષના મહારાષ્ટ્રીયન યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.

આ બનાવ અંગે મૃતકની પત્ની રાજેશ્રીબેન પ્રકાશભાઈ પાટીલે પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું, તે જાણી શકાયું નથી. જે મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Related posts

જુમ્મા મસ્જીદ નજીક ગેરકાયદે બાંધકામ અંગે પુરાતત્વ વિભાગને ફરિયાદ

Nawanagar Time

સાવરકુંડલા યાર્ડમાં રૂા.2451ના વિક્રમી ભાવે કપાસનો સોદો

Nawanagar Time

સોમવારથી નવા ટ્રાફિક નિયમોનો કડક અમલ: એસપી સિંઘલ

Nawanagar Time