Nawanagar Time
ગુજરાત જામનગર

મીડિયા કર્મીઓ અને વહીવટી તંત્ર વચ્ચે મેદાનમાં સટાસટી

suit-in-the-field-between-media-workers-and-the-administrative-system

જામનગર:-જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મિડીયા કર્મીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ વચ્ચે  ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઔપચારિક મેચમાં મિડીયાકર્મી સામે જિલ્લા વહીવટીતંત્રની ટીમે બાજી મારી વિજય મેળવ્યો હતો. આ મેચમાં પૂર્વ ખ્યાતનામ ક્રિકેટર અને જામનગરના વતની સલીમ દૂરાની ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરુ પાડી મતદાન જાગૃતિ અંગે મતદારોને પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી લોકશાહીને મજબુત કરવા અનુરોધ કર્યો હતો.   આગામી લોકસભા ચૂંટણીની મતદાન કરવા માટેની તારીખને ધ્યાને રાખીને બધા ખેલાડીઓએ 23 નંબરની ટી-શર્ટ પહેરી હતી.પ્રથમ 20-20 ક્રિકેટ મેચમાં મિડીયા કર્મીઓની ટીમે ટોસ જીતી પ્રથમ દાવ લઇ 61 રન કર્યા હતાં.જેના જવાબમાં વહીવટીતંત્રએ બે વિકેટના ભોગે 62 રન બનાવી વિજય મેળવ્યો હતો. ત્યારબાદ 10 ઓવરનો ક્રિકેટ મેચ રમાયો હતો.જેમાં  ટીમે પ્રથમ દાવ લઇ 78 રનનું લક્ષ્ય આપ્યું હતું.પરંતુ મિડીયાકર્મીઓની ટીમ 51 રનમાં ઓલઆઉટ થઇ જતાં પરાજય થયો હતો. ક્રિકેટ મેચમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રવીશંકર શ્રીવાસ્તવ,જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, જામનગર મહાનગર પાલિકાના કમિશ્નર સતીષ પટેલ, નાયબ ચૂંટણી અધિકારી મિતાબેન જોશી, પ્રાંત  હર્ષવર્ધન સોલંકી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મકવા અને વહિવટીતંત્રના અધિકારીઓ તેમજ મિડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ક્રિકેટ મેચમાં સ્કોરર તરીકે જે.ડી.હરવરા,અલ્તાફભાઇએ સેવા આપી હતી.

Related posts

વર્ષો પછી જોડિયા ખાતે ગીતા જયંતિ નિમિતે તમામ કાર્યક્રમો રદ

Nawanagar Time

જામનગર જિલ્લાના 40 હજાર બાળકો, કિશોર, કિશોરીઓ બીમાર

Nawanagar Time

તાલીમ પૂર્ણ થતાં રાજ્યમાં 48 મામલતદાર તાલુકા મથકે મૂકાયાં

Nawanagar Time

Leave a Comment