Nawanagar Time
ગુજરાત જામનગર

સુનિલ ભાનુશાળીનું પાપ છાપરે ચડીને પોકાર્યુ: કમિશ્નરને ફરિયાદ

sunil-bhushans-sin-spread-to-the-ceiling-complaining-to-the-commissioner

દિગ્વિજય પ્લોટમાં જેન્તીભાઈ નંદાના દબાણ મામલે તોડ પ્રકરણમાં ફરી કમિશ્નરને ફરિયાદ થતાં મામલો ગરમાયો

જામનગર:-જામનગર શહેરના 49-દિગ્વિજય પ્લોટમાં માથાભારે તત્ત્વોના ગેરકાયદે દબાણ મામલે મ્યુનિ.  નામે રૂા.60 હજારનો તોડ કરવા પ્રકરણમાં  એસ્ટેટ વિભાગના સુનિલ ભાનુશાળીએ મામલો દબાવી દેવા સમાધાનના ત્રાગડાં રચ્યાં બાદ આ પ્રકરણમાં ફરિયાદી ધર્મેન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રાએ એન્ટિકરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કર્યા બાદ સમગ્ર પ્રકરણના તમામ કાગળો માહિતી અધિકારમાં માંગવાની સાથે-સાથે ગઈકાલે નવનિયુકત મ્યુનિ. કમિશ્નર સમક્ષ વધુ એક ફરિયાદ કરતાં તોડબાજ સુનિલ ભાનુશાળીનું પાપ  ચડીને પોકાર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જામનગર શહેરના 49-દિગ્વિજય પ્લોટ પાસે આવેલ પારસી કબ્રસ્તાન અને દરગાહ નજીક ભાવેશ નંદા અને જયંતિભાઈ નંદા નામના આસામીએ ગેરકાયદે મોટો વાડો વાળી લેતાં આ મામલે અગાઉ ધર્મેન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રા અને લત્તાવાસીઓ દ્વારા લેખિત ફરિયાદ કરી આ દબાણ હટાવવા માંગણી કરી હતી, પરંતુ જામનગર  પાલિકાના એસ્ટેટ વિભાગના તોડબાજ સુનિલ ભાનુશાળી દ્વારા ઉલટી ગંગા જેવા કિસ્સામાં ફરિયાદી પાસે રૂા.60 હજાર કમિશ્નરને આપવા પડશે તેવું કહી તોડ કરવામાં આવતાં આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

બીજી તરફ મ્યુનિ. કમિશ્નરના નામે તોડ કર્યા બાદ તોડબાજ એસ્ટેટના કર્મચારી સુનિલ ભાનુશાળીને ભીંસ પડતાં આ મામલે ફરિયાદી ધર્મેન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રાને  પ્રકારે દબાવી સમાધાનના નામે કોરાં કાગળો ઉપર સહીઓ કરાવી લેતાં ધર્મેન્દ્રના ભાઈએ એસીબીમાં ફરી એક વખત ફરિયાદ કરતાં એસ્ટેટ વિભાગનો આ તોડકાંડ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. દરમિયાન ગઈકાલે દિગ્વિજય પ્લોટના આ ગેરકાયદે દબાણને દૂર કરવા મામલે ફરિયાદી ધર્મેન્દ્ર ધીરૂભાઈ ચાંદ્રા દ્વારા મ્યુનિ. કમિશ્નરને ફરી એક વખત લેખિત ફરિયાદ કરવામાં  છે, જેમાં ભાવેશ નંદા દ્વારા કરવામાં આવેલું દબાણ તાકિદે દૂર કરવા માંગ કરી એસ્ટેટ વિભાગના કર્મચારીઓની મીલિભગતના કારણે આ દબાણ દૂર નહીં થતું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક માસ કરતાં વધુ સમયથી એસ્ટેટ વિભાગના પંકાયેલા અને તોડબાજ સુનિલ ભાનુશાળીના ખૂદ કમિશ્નરના નામે તોડ કરવા  સોગંદનામા સાથે ફરિયાદો થઈ હોવા છતાં પણ આ મામલે જામનગર મહાનગર પાલિકાના જવાબદાર સત્તાધિશો દ્વારા નક્કર પગલાં લઈ ભ્રષ્ટાચારીઓને શિક્ષા મળે તેવી પગલાં ભરવાના બદલે સમગ્ર પ્રકરણને દબાવી દેવા ઢાંક-પીછોડા કરવામાં આવી રહ્યાં હોવાથી લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ ઉઠી રહી છે તો બજી તરફ મહાનગર પાલિકામાં ઉપરથી નીચે સુધી સડો  સડો હોવાની પણ છાપ ઉપસી રહી છે.

આ સંજોગોમાં મહાનગર પાલિકાના તોડબાજ કર્મચારી સુનિલ ભાનુશાળીના કમિશ્નરના નામે કરેલા તોડમાં વધુ એક વખત ફરિયાદ થતાં નવાજૂનીના સંકેતો મળી રહ્યાં છે. જો કે, નવનિયુકત મ્યુનિ. કમિશ્નર આ ગંભીર બાબતને, ગંભીરતાથી લે છે કે હળવાશથી? તે આવનારો સમય જ બતાવશે.

Related posts

જામનગરમાં 46.45 લાખના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરતા મંત્રી હકુભા

Nawanagar Time

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી મામલે કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Nawanagar Time

જિલ્લામાં 14માં નાણાપંચની કરોડો રૂપિયાની ગ્રાન્ટમાં ગોટાળા

Nawanagar Time

Leave a Comment