Nawanagar Time
નેશનલ

અયોધ્યા વિવાદ ઉકેલવા ત્રણ સભ્યોની કમિટી રચતી સુપ્રિમ

supreme-court-creates-a-three-member-committee-to-resolve-the-ayodhya-dispute

શ્રીશ્રી રવિશંકર, નિવૃત જસ્ટિસ એફ.એમ. કલ્લીકુલ્લા અને શ્રીરામ પાંચુનો ત્રણ સદસ્યોની પેનલનું ગઠન ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા વડી અદાલતની તાકિદ

નવી દિલ્હી:-દેશમાં ખુબ જ સંવેદનશીલ ગણાતા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદને મધ્યસ્થતાથી ઉકેલવામાં આવે તે પ્રકારનો ચૂકાદો વડી અદાલત દ્વારા આપવામાં આવ્યો છે. વડી અદાલતે મધ્યસ્થતા માટે ત્રણ સદસ્યોની પેનલનું ગઠન કર્યુ છે, અને આ પેનલને  ઉકેલવા ચાર અઠવાડિયાની મુદત આપવામાં આવી છે.

અયોધ્યા કેસમાં મધ્યસ્થતા માટેની પેનલની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થઇ જશે. આ કાર્યવાહીનું મિડીયા રીપોર્ટીંગ કરવા સામે મનાઇ ફરમાવાઇ છે. ત્રણ સદસ્યોની પેનલમાં નિવૃત ન્યાયાધીશ એફ.એમ. કલ્લીકુલ્લા ચેરમેન રહેશે, તેમજ અન્ય બે સદસ્યો તરીકે આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકિલ શ્રીરામ  સમાવેશ થાય છે. મધ્યસ્થતાના માધ્યમથી આયોધ્યા વિવાદ ઉકેલવાની પ્રક્રિયા એક અઠવાડિયાની અંદર શરૂ થઇ જશે.

આ મામલે મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઇ એ સ્પષ્ટ કર્યુ છે કે કોર્ટની દેખરેખ હેઠળ થનારી મધ્યસ્થતાની પ્રક્રિયા ગુપ્ત રાખવામાં આવશે. કાર્યવાહી કેમેરાની સામે થશે. આ મામલે આગળની સુનાવણી છ અઠવાડીયા બાદ હાથ ધરવામાં આવશે.  પડશે તો મધ્યસ્થ પેનલમાં અન્ય વ્યકિતઓને પણ સામેલ કરવામાં આવશે.

વડી અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને ફૈઝાબાદ ખાતે પેનલના સદસ્યોને તમામ સુવિધાઓ આપવાનો આદેશ કર્યો છે જરૂર પડશે તો મધ્યસ્થતા પેનલ કાનુની સલાહ સુચન પણ લઇ શકશે. વડી અદાલતના ચુકાદા બાદ સંવેદનશીલ ગણાતો આ મામલો હવે અદાલતની બહાર જ ઉકેલવાનો  થઇ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

અગાઉ પણ રામ જન્મભૂમિ વિવાદ – બાબરી મસ્જિદ જમીન વિવાદને કોર્ટની બહાર ઉકેલવા માટે સુચનો થઇ ચુકયા છે જોકે બુધવારે થયેલી  સુનાવણી દરમ્યાન વડી અદાલતે કહ્યું હતું કે આ માત્ર જમીનનો નહીં પરંતુ લોકોની ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલો  મામલો છે. સંવિધાનિક ખંડપીઠમાં  ન્યાય મુર્તિ ઉપરાંત જસ્ટીસ એસ.એ. બોબડે, ડી.વાય.ચંદ્રચુર, અશોક ભુષણ અને એસ. અબ્દુલ નાઝીરનો સમાવેશ થાય છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યની બેન્ચે ગયા બુધવારના રોજ આ મુદ્દા પર વિભિન્ન પક્ષોને સાંભળ્યા હતા. હવે બેન્ચ આ કેસને મધ્યસ્થતા દ્વારા સમાધાન કરવા માટે મોકલવામાં આવતા આ સાહસિક નિર્ણય મનાશે.  કે, હિન્દુ પક્ષ આ પગલાંનો વિરોધ કરી રહ્યાં હતા અને તેમણે તેને સમયની બરબાદી ગણાવી દીધું હતો.

Related posts

2023થી ટેસ્ટ મેચ ચાર દિવસનો કરવા કવાયત

Nawanagar Time

લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ એપથી થઈ શકશે

Nawanagar Time

તો રાજકારણ જ છોડી દઇશ: સ્મૃતિ

Nawanagar Time

Leave a Comment