Nawanagar Time
નેશનલ બિઝનેસ

અનિલ અંબાણીને સુપ્રિમ ઝટકો

supreme-shock-to-anil-ambani

રૂા.550 કરોડ ચૂકવો અથવા જેલ ભોગવવા તૈયાર રહો

નવી દિલ્હી:-રિલાયન્સ ગ્રુપના વડા અનિલ અંબાણીને વડી અદાલતના અવમાનના કેસમાં દોષિત ગણવામાં આવ્યા છે. જે સબબ રિલાયન્સ સમૂહના બે ડાયરેક્ટરો સાથે તેમને પણ કારાવાસ થઇ શકે તેવી શકયતા છે. વડી અદાલતે એરિક્સન ઇન્ડિયાની  મામલે અનિલ અંબાણીને અવમાનના દોષિત ઠેરાવ્યા છે.

એરિક્સન ઈન્ડિયાને રૂા. 550 કરોડનું ચૂકવણું કરવા મામલે થયેલા કેસમાં અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી ગઇ છે. આ મામલે એરિક્સન ઈન્ડિયાએ વડી અદાલતમાં ત્રણ અરજી દાખલ કરી હતી. વડી અદાલતે અનિલ અંબાણી અને રિલાયન્સના અન્ય બે ડાયરેક્ટરોને એરિક્સનના રૂા. 453 કરોડ ચૂકવી દેવા  અઠવાડિયાનો સમય આપ્યો છે. જો આ સમય મર્યાદાની અંદર પેમેન્ટ નહીં કરવામાં આવે તો, ત્રણેયને ત્રણ-ત્રણ મહિનાની જેલની સજા ફટકારવામાં આવશે તેવી તાકિદ પણ અદાલતે કરી છે. અદાલતે ત્રણેય સામે આદેશનું પાલન ન કરવા સબબ રૂા. 1-1 કરોડનો દંડ પણ ફટકાર્યો છે. જો આ રકમ એક મહિનામાં નહીં જમા  તો, એક મહિનાની સજા પડી શકે છે. આ કેસમાં અનિલ અંબાણી સાથે રિલાયન્સ ટેલિકોમના ચેરમેન સતિષ શેઠ અને રિલાયન્સ ઇન્ફ્રાટેલના ચેરમેન છાયા વિરાણી ઉપર પણ આફત આવી છે. નોંધનિય છે કે, આ જ અરજીમાં સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ આર એફ નરિમન અને વિનિત શરનની ખંડપીઠે ગત્ તા. 13મી ફેબ્રુઆરીના  પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. તે સમયે એરિક્સન ઈન્ડિયાએ રિલાયન્સ ગ્રુપ ઉપર આક્ષેપ કર્યો હતો કે, તેમની પાસે રાફેલ વિમાન સોદામાં રોકાણ કરવાના નાણાં છે પરંતુ અમને રૂા. 550 કરોડ ચૂકવવા માટે અસમર્થ છે! આ આરોપનો ઇન્કાર અનિલ અંબાણી જૂથ દ્વારા થયો હતો.

Related posts

આ 7 નિયમો NEW YEAR 2019 માં બદલાઇ જશે,આજે જ કરો પ્લાનિંગ નહિ તો ભોગવવું પડશે…

Nawanagar Time

30મીથી બંધ થશે એલઆઈસીના અનેક પ્લાન

Nawanagar Time

મોંઘવારીએ બાળકોને પણ ન છોડ્યા: રમકડાંમાં 200 ટકાનો ભાવ વધારો

Nawanagar Time

Leave a Comment