Nawanagar Time
ગુજરાત જામનગર

વેપારીઓ ઉપર અત્યાચાર કરનાર પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો

suspend-policemen-abducting-traders-immediately

સિંધી સમાજની બેઠક: ડીએસપીને બે દિવસનો સમય અપાયો

જામનગર:-જામનગરના બર્ધન ચોક ખાતે બુધવારે વેપારીઓએ પોલીસ કર્મચારીઓ દ્વારા થયેલા અત્યાચાર મામાલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુરૂનાનક મંદિર, નાનકપુરી ખાતે સિંધી વેપારીઓને એક બેઠક મળી હતી અને આ કાંડ પાછળ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી. આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા ડીએસપી શરદ સિંઘલને બે દિવસનો સમય અપાયો હતો. બુધવારના રોજ પોલીસ અધિકારીઓ દ્વારા બેરહમીથી વેપારીઓને માર મારવામાં આવેલ. જેના પ્રત્યાઘાતરૂપે જામનગરના વેપારીના ન્યાય માટેની લડતમાં ગુરુનાનક મંદિર, નાનકપુરી ખાતે જામનગર સિંધી સમાજની મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં જામનગરના ડીએસપી શરદ સિંઘલની દરખાસ્ત મુજબ 2 દિવસોના સમયગાળા સુધી સચોટ નિર્ણયની રાહ જોવા માર્ગદર્શન વડીલો દ્વારા આપવામાં આવેલ છે. આ કાવતરા કરનાર અધીકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ બેઠકમાં સર્વે સિંધી ભાઈઓ તથા સિંધી વેપારી એસોસિએશનના મેમ્બરોે એકઠા થયેલ તેમજ બર્ધનચોક વિસ્તારના વેપારી એવા હિતેશભાઈ ચોટાઇ, ભાર્ગવભાઈ જેવા અન્ય વેપારી ભાઈઓ આ અન્યાયની સામે ન્યાય મેળવવા આ  કાર્યમાં જોડાયા હતા.

suspend-policemen-abducting-traders-immediately
suspend-policemen-abducting-traders-immediately
suspend-policemen-abducting-traders-immediately
suspend-policemen-abducting-traders-immediately
suspend-policemen-abducting-traders-immediately
suspend-policemen-abducting-traders-immediately

Related posts

ફટક દલાલ દીપકના ગેરકાયદે બાંધકામને બચાવવા નગરસેવકના હવાતિયા

Nawanagar Time

કાલાવડના ખંઢેરામાં દુષ્કર્મ આચરનાર મુન્નાને આજીવન કેદ

Nawanagar Time

એસટીના ડી.સી.એ કોરોનાનો ચેપ લાગ્યો હોવા છતાં બેઠકો યોજતાં કર્મચારીઓમાં હોબાળો

Nawanagar Time

Leave a Comment