Nawanagar Time
ગુજરાત જામનગર

હાપા દારૂ પ્રકરણમાં પીએસઆઇ વિરૂદ્ધ તોળાતાં સસ્પેન્શનના પગલાં

suspension-measures-against-psi-in-the-hapa-alcohol-chapter

માત્ર 100 મીટર દૂર દારૂનો જંગી જથ્થો પકડાયો અને પંચકોષી પોલીસને ભનક પણ ન આવી

જામનગર:-જામનગર નજીકના હાપા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક કારખાનામાંથી પકડાયેલ અડધા કરોડના વિદેશી દારૂ પ્રકરણમાં આ વિસ્તારના પોલીસ દફ્તરના પીએસઆઇ અને તેના ડી સ્ટાફ સામે સસ્પેન્સનની તલવાર લટકતી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ દારૂ સપ્લાય કરનાર હરિયાણા અને રિસીવર જામનગરના બે સહિતના ફરાર ચાર શખ્સોની ભાળ મેળવવા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.

જામનગરમાં નજીક હાપા જીઆઇડીસી વિસ્તારમાં પરિશ્રમ ઓઇલ ઇન્સ્ટ્રીઝ નામના ખોળ કપાસિયાના કારખાનામાં ગઈ કાલે  રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને બે નાના ટ્રકમાંથી ગોડાઉનમાં વ્યવસ્થિત રીતે કટીંગ કરવામાં આવતા રૂા.49,39,200ની કિંમતનો 14112 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ દરોડા દરમિયાન આઇ. ટી. બી. પી.નો ડ્રેસ પહેરી નકલી પોલીસ બનેલા હરિયાણાના અંબાલા જિલ્લાના અમરીતસિંઘ લબાના અને ગુરપ્રિતસિંઘ સુખવંતસિંઘ લબાના નામના ક્લીનર ઉપરાંત દિલ્હીના રાજેશ કશ્મીરલાલ ગીલહોત્રા, દિલ્હીના પ્રવિણ તિલકકુમાર રાજદત્તા, ઉત્તરપ્રદેશ ગુડેલાના સુભાષ રામસિંગ સુનેરિયા, આંધ્રપ્રદેશના રામનજી નાગરાજુ વાલ્મિકી, સુરેશ નાગનના પુલન નામના સાત ઉપરાંત હાપા ખાતે રહેતો વિપુલ કેસુભાઇ શિયાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આઠેય શખ્સોની દારૂ ઉપરાંત એક આઇસર, એક મહિન્દ્રા પીકઅપ, બે કાર, બે મોટરસાઇકલ સહિત રૂા.75,12,700ની મત્તા સાથે પકડી પાડ્યાં હતાં. બીજી તરફ પંચ કોશી પોલીસ દફતરથી માત્ર 100 મીટરના અંતરે રહેલ આ કારખાનામાંથી જંગી દારૂ મળી આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પંચ કોશી એ ડિવિઝન પીએસઆઈ અને તેના ડી સ્ટાફ સામે સસ્પેન્સનના પગલાં તોળાઈ રહ્યા છે.

Related posts

જી. જી. હોસ્પિટલની સુવિધાથી માંડીને દર્દીઓ ભોગવે છે ભારે હાલાકી

Nawanagar Time

માત્ર 21 પૉઝિટીવ: જામનગરમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં

Nawanagar Time

જામનગરના કિશાન ચોકમાં ખખડધજ બાંધકામનો કડૂસલો બોલાવતી એસ્ટેટ શાખા

Nawanagar Time

Leave a Comment