Nawanagar Time
ગુજરાત જામનગર

ભૂગર્ભ અને પાણી પ્રશ્ર્ને સંકલન સમિતીમાં હકુભાની સટાસટી

suspicion-in-the-coordination-committee-of-the-underground-and-water-committee

જામનગર: જામનગર  78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા(હકુભા) જામનગર  મહાનગર પાલીકાની ફરીયાદ અને સંકલન સમિતિની મીટીંગમાં તેમના મત વિસ્તાર ના પ્રજાના પાયાના અને પ્રાથમીક સુવિધાના પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા અને જેમાં પીવાના પાણીની લાઈનમાં ખરાબ પાણી, ભુર્ગભ ગટર ની સાફ સફાઈ કામગીરી, ધીમા ફોર્સથી પાણી બાબત, સાફ સફાઈ બાબત, પાણીની લાઈનમાં જોડાણ આપવા બાબત, ભુર્ગભ ગટર  નાખવા બાબત, પીવાની પાણી પાઈપ લાઈન નાખવા બાબતના પ્રશ્ર્ન ઉઠાવ્યાં હતા. તેમજ જામનગર  મહાનગર પાલીકાના પીવાના પાણીમાં ગટર નું પાણી મીક્સ થાય છે તે અંગેનો પ્રશ્ર્ન ઉઠાવતા ધારાસભ્ય હકુભા જાડેજાએ વોર્ડનં.11માં હાપા મસ્જીદ પાસેના વિસ્તાર માં છેલ્લા ઘણાં સમયથી પીવાના પાણીમાં ગટર  પાણી મીક્સ થાય છે તેવો પ્રશ્ર્ન ઉઠાવેલ હતો જેના જવાબમાં જણાવ્યું હતું કે આ વિસ્તાર માં પાણીની પાઈપ લાઈન નાખવા માટે નકશા અંદાજો બનાવીને મંજુરી અર્થે મુક્વામાં આવેલ છે સક્ષામ સતાની મંજુરી મળી ગયા બાદ પાઈપ લાઈન નાખવાની કામગીરી હાથ ધર વામાં આવશે.

આ ફરીયાદ અને સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્ય હકુભા જાડેજાએ વોર્ડનં.ર માં પ્રભુકૃપા સોસાયટીમાં આવેલ સિલ્વર  સ્ટોન એપાર્ટમેન્ટ વિસ્તાર માં ભુર્ગભ ગટર  ખુબ જ ઉભરાય છે તે પણ પ્રશ્ર્ન ર જુ કરેલ હતો એવી જ રીતે વોર્ડનં.ર માં પ્રભુકૃપા સોસાયટીમાં આવેલ સિલ્વર  સ્ટોન એપાર્ટમેન્ટ વિસ્તાર માં ધીમા ફોર્સથી પીવાનું પાણી આવે છે તે બાબતે પણ પ્રશ્ર્ન પુછેલ હતો આ ઉપરાંત વોર્ડનં.11 મહાપ્રભુજીની બેઠક, શાલુ પીર ની દર ગાહ પાસેના વિસ્તાર માં પીવાના પાણીની પાઈપ લાઈન નાખવાની બાકી છે એ અંગે પણ પ્રશ્ર્ન ઉઠાવેલ એવી જ ર ીતે વોર્ડનં.11 ગુલાબનગર , ક્રિષ્નાપાર્ક વિભાપર  વિસ્તાર માં પીવાના પાણીની પાઈપ લાઈનમાં જોડાણ આપવાનું બાકી છે એ અંગે પણ પ્રશ્ર્ન ઉઠાવેલ હતો વોર્ડનં.1પ ગોકુલનગર , ખોડીયાર  નગર  વિસ્તાર માં પીવાના પાણીની પાઈપ લાઈન છે પર ંતું પીવાનું પાણી આવતું નથી એ અંગે પણ પ્રશ્ર્ન ઉઠાવેલ હતો.

Related posts

લીલા-લહેર- ડ્રાઈવરને ફાયર ઑફિસનો ચાર્જ સોંપી દેવાયો

Nawanagar Time

જોડિયાના ખેડૂતો માટે જીવાદોરી સમાન મસાણીયા ડેમ ખાલી

Nawanagar Time

રેપિસ્ટોને મોઢા પર થપ્પડ મારતી શોર્ટ ફિલ્મ ‘ધ કલેશ’ રિલીઝ

Nawanagar Time

Leave a Comment