Nawanagar Time
ગુજરાત જામનગર

જીવાપરમાં મજુર ભગાડી દેવાયાની શંકાએ હુમલો

suspicion-of-being-attacked-in-jivaparus-assault

માતા- પિતા અને સંતાનો સહિત પાંચ ઘવાયા, અન્ય પરિવારના સાત સભ્યો સામે ફરિયાદ : બેડીમાં ભાઈ બહેન પર ચાર શખ્સોનો હુમલો

જામનગર:-જામનગર તાલુકાના જીવાપર ગામે બે પરિવાર વચ્ચે થયેલા ઝઘડામાં એક પરિવારના પાંચ સભ્યોને નાની મોટી ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા મજૂરો અન્ય જગ્યાએ ચાલ્યા જતા બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની સિક્કા પોલીસ દફતરમાં નોંધાયેલી વિગત મુજબ, જામનગર નજીકના જીવાપર ગામે રહેતા અને ઈંટો બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા દાનાભાઇ ગાંગાભાઇ પરમાર ઉ.વ-42 નામના આધેડ તથા તેના પરિવારના વિજય, રાહુલ, રશિલાબેન અને નીતુ પર આ જ ગામના સુનીલ હરીભાઇ કંટારીયા, મીલન હરીભાઇ કંટારીયા, હરીભાઇ ખીમાભાઇ કંટારીયા, પ્રવિણ નથુભાઇ કંટારીયા, સંજય નથુભાઇ કંટારીયા, ચંપાબેન હરીભાઇ કંટારીયા, મનીષા હરીભાઇ કંટારીયા નામના શખ્સોએ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. જેમાં દર્શાવાયા મુજબ, આરોપી હરિભાઈના ઇંટો બનાવવા વાળા મજુર ભાગી જતા આ બાબતે તેણે દાનાભાઈને  ને કહેલ કે તે મારા મજુરને ખોટી ચડામણી કરી  ભગાડી મુકેલ છે તેમ કહી વાણી વિલાસ આચાર્યો હતો. જેથી ઘાયલ  વિજયે ગાળો આપવાની ના પાડતા સુનિલેના લાકડાનો ધોકો ફટકારી વિજયને માંથામાં મારી ઇજા પહોંચાડી હતી.આ બનાવ અંગે સીપીઆઈ એમ એમ રાઠોડ સહિતના સ્ટાફે  ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

જ્યારે જામનગરમાં નાગેશ્વર રોડ હડીયાલ મીલના ખાડા પાસે  સલીમભાઈ હુશેનભાઈ સમા ઉ.વ.32 નામના ડ્રાઈવીંગ કામ કરતા યુવાન પર વસીમ તથા ગફાર, જુશબભાઈ, એક અજાણ્યો માણસ સહિતના ચાર શખ્સોએ હુમલો કરી સલીમ તથા તેની બહેનને માર માર્યો હતો. આ બનાવ અંગે સલીમે આરોપીઓ સામે સીટી બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ સલીમની ભત્રીજી ને છુટુ દેવા બાબતે વાત ચીત કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. સલીમ સમજાવવા વચ્ચે પડતા ચારેય આરોપીઓ એ ભેગા મળી સલીમ તથા તેની બહેન ને લાકડાનો ધોકો તથા પાઈપ ફટકારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે બેડી પોલિસે તપાસ હાથ ધરી છે.

Related posts

ક્યાંય આશરો ન મળતા શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ફરીથી ગરીબ પરિવારોનો પડાવ

Nawanagar Time

જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા બદલ વધુ એક સેલ બંધ

Nawanagar Time

ઘોદા મારતાં વાર નહીં લાગે ! ધ્રોલ પાલિકાના ચીફ ઓફિસરને ધમકી આપતો વીડિયો વાયરલ

Nawanagar Time

Leave a Comment