Nawanagar Time
ગુજરાત જામનગર

એબીવીપી દ્વારા સ્વામી વિવેકાનંદની 156મી જન્મજયંતિની ઉજવણી

swami-vivekanandas-156th-birth-anniversary-celebrated-by-abvp

જામનગર:-સ્વામી વિવેકાનંદજીની 156મી જન્મ જયંતિ નિમિતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતીને યુવા દિવસ તરીકે ઉજવે છે. તે નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અ.ભા.વિ.ય. જામનગર શાખામાં ગર્વ. પોલીટેકનીક કોલેજમાં સ્વામી વિવેકાનંદજીના જીવન ઉપર વકત્વય રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જિલ્લા પ્રચારકજી ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત એ.કે. દોશી મહિલા કોલેજમાં પણ વકત્વયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં મુખ્ય વકતા તરીકે અ.ભા.વિ.પ. ગુજરાત પ્રાંતના છાત્રા પ્રમુખ ડો.સુરભીબેન દવે ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત એસ.વી.ઇ.ટી. ખાતે વિવેકાનંદજીને પુષ્પાજંલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કોલેજના પ્રિન્સીપાલ પ્રઘ્યાપકો તથા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ ઉપરાંત અ.ભા.વિ.પ. જામનગર ટીમ દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાને માલ્યઅપર્ણ તથા પુષ્પાજંલીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમોના માઘ્યમ દ્વારા 750 વિદ્યાર્થી સુધી સ્વામી વિવેકાનંદજીના જીવનનો વિચાર પહોંચાડયો હતો.

Related posts

હુકભા જાડેજાએ ખાતરી આપી, કામદારોના પ્રશ્નો 15 દિવસમાં ઉકેલાશે

Nawanagar Time

જામનગરમાં કાતિલ કોરોના હાંફ્યો: 24 કલાકમાં 7 મોત

Nawanagar Time

આયુષ મંત્રાલયના નિયામક જામનગરમાં

Nawanagar Time

Leave a Comment