Nawanagar Time
ગુજરાત જામનગર

હાલારમાં સ્વાઇન ફ્લુથી ટપોટપ મોત : તંત્રનું ભેદી મૌન

swine-flu-deaths-in-hollar-mysterious-silence-of-the-system

ઠંડીમાં ઇં1,ગ1વાઇરસ બેકાબુ છતાં આ આરોગ્ય વિભાગ પત્રિકા વેંચી ભરી સંતોષ માને છે : મહામુલી માનવ જિંદગી ડી.એચ.ઓ. માટે માત્ર ડેટા છે-સંવેદીનહીનતા ઉપર ઠેર ઠેર ફીટકાર

જામનગર:-હાલારમા સ્વાઇનફ્લુ એ હાહાકાર મચાવ્યો છે અને માત્ર દોઢ મહિનામા કુલ 49 માંથી 7 દર્દીઓના તો કરૂણ મૃત્યુ થયુ છે અવી ગંભીર સ્થિતિમા જિલ્લાનુ આરોગ્ય તંત્ર જૂજ પત્રિકાઓ જિલ્લામાં   ને બેસી ગયુ છે અને રોજ માત્ર ડેટા કલેક્ટ કરી ઉપર ફોરવર્ડ કરવાને જ ડ્યુટી ગણે છે. આવી સંવેદન હીનતા માટે ઠેર ઠેરથી ફીટકાર વરસી રહ્યો છે કેમકે સંવેદનશીલ ગણાતી ગુજરાતની સરકારના સુપર ક્લાસ વન અધીકારી ની અધુરી, અપૂરતી, બેજવાબદાર કામગીરી ટીકા પાત્ર બની છે કેમકે આવા રોગચાળાના ભરડામા  આરોગ્ય તંત્રને સતત ફીલ્ડ મા દોડતુ રાખવુ જોઇએ કેમકે આ જીવલેણ રોગ સિવાય પણ તાવ, શરદી, ઉધરસ, કફ, શ્ર્વાસ વગેરેના દર્દીઓ ઉભરાઇ રહ્યા છે જેમને માટે જાગૃતિની તાતી જરૂર છે તેવા સમયમાં ઘેર ઘેર સર્વેક્ષણની તાતી જરૂરી  છે.

હાલની ઋતુને લઈને આમ તો સમગ્ર સૌરાષ્ટ્રમા સ્વાઈનફ્લુ નો કહેર દિવસે  દિવસે વધી રહ્યો છે,અને લોકો ટપોટપ મોતને ભેટી રહ્યાના કિસ્સાઓ સૌરાષ્ટ્રમાં થી સામે આવતા રહ્યા છે,ત્યારે સ્વાઈનફલુને લગત લક્ષણ જણાય તો તાત્કાલિક સારવાર માટે દોડજો. કારણે કે, જામનગરમાં પણ સ્વાઈનફલુનો કહેર વધી ગયો હોય તેમ રવિવારે શહેરમાં વધુ એક દર્દીનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે,

જામનગર શહેરના પટેલ  રહેતા 61 વર્ષીય વૃદ્ધનું જામનગરની જી. જી. હોસ્પિટલમાં સ્વાઈનફ્લુની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે,જયારે હજુ પણ સ્વાઈનફલુ પોઝિટીવના 10 દર્દીઓ સારવારમાં છે,જયારે  તે ઉપરાંત પાંચ શંકાસ્પદ સ્વાઈનફલુના દર્દીઓની સારવાર પણ જી.જી.હોસ્પિટલ ખાતે નિષ્ણાત તબીબો દ્વારા ચાલી રહી છે. તેમજ જિલ્લામાં થી 22 અને શહેરમાંથી 11 દર્દીઓની સારવાર થઇ છે  જિલ્લામા 4 અને શહેરમાં 2 મળીને 6 મૃત્યુ થયા  છે.

બીજી તરફ પટેલ કોલોની વિસ્તારમાં  સ્વાઇન ફ્લુનો કેસ નોંધાયો ત્યારથી ત્યાં પરિવારજનો તેમજ આજુબાજુના દસથી વધુ ઘરોમા સર્વેક્ષણ અને તકેદારીના ભાગરૂપેની સારવાર જામનગર મહાનગર પાલીકાના આરોગ્ય વિભાગે હાથ ધરી છે.

Related posts

જામનગરમાં કોરોના ફરી કાતિલ બન્યો: 48 કલાકમાં પાંચ મોત

Nawanagar Time

હાપા રોડ પર પૂરઝડપે દોડતા ટ્રકે ઠોકર મારતા મોપેડ ચાલક આધેડનું મોત

Nawanagar Time

જામનગર કોવિડ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના ડોક્ટરો સતત ખડેપગે દર્દીની સેવામાં

Nawanagar Time

Leave a Comment