Nawanagar Time
ગુજરાત જામનગર

સ્વાઈન ફલૂનો અજગર ભરડો: 24 કલાકમાં 3 ના મોત

swine-flu-pandemic-3-dead-in-24-hours

જામનગરની જીજી હોસ્પિટલમાં પોરબંદર અને કલ્યાણપુરના બે મહિલા દર્દીઓએ દમ તોડ્યો

જામનગર:-જામનગર પંથકમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે. ઘેર-ઘેર શરદી, તાવ-ઉધરસની બિમારીના અનેક કેસો વચ્ચે જીજી હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે ત્યારે શિયાળાએ વિદાય લેવા છતાં સ્વાઈન ફલૂનો કહેર યથાવત્ રહ્યો છે. જામનગર પંથકમાં સ્વાઈન ફલૂના અજગર ભરડાના કારણે છેલ્લા ર4 કલાકમાં જીજી હોસ્પિટલમાં ત્રણ  દમ તોડ્યો છે. જેમાં આજે સવારે પોરબંદરના વૃદ્ધા અને કલ્યાણપુરના આધેડ મહિલાએ અંતિમ શ્ર્વાસ લીધાં હતાં. જો કે, સ્વાઈન ફલૂ વકર્યો હોવા છતાં આરોગ્ય તંત્ર પગલાં ભરવામાં નિષ્ફળ નિવડ્યું છે.

સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળતી મુજબ, જામનગર જીજી હોસ્પિટલના સ્વાઇન ફલુ વોર્ડમાં પાંચ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને આજે  પોરબંદરના 60 વર્ષના વૃદ્ધ મહિલાનું મોત થયું છે. ગઇકાલે  કલ્યાણપુરના 49 વર્ષના મહિલાનું મોત નીપજયું છે. ગઇકાલે 1 વૃદ્ધનું મોત થતા સ્વાઇન ફલુને કારણે છેલ્લા 24 કલાકમાં 3 દર્દીઓના મોત થયા છે. સ્વાઇન ફલુએ સમગ્ર હાલાર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર પર હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફલુને કારણે ટપો-ટપ દર્દીઓના મોત  રહ્યા છે. આરોગ્ય વિભાગએ સ્વાઇન ફલુને ડામવા માટે કોઇ નકકર કાર્યવાહી કરવાની આવશ્યકતા છે.આજે સ્વાઇન ફલુ વોર્ડમાં પાંચ દર્દીઓ સારવાર હેઠળ છે અને 3નાં મોત થતાં લોકોએ પણ તકેદારી રાખવાની આવશ્યકતા છે.

Related posts

જાતે સફાઈ કરી જેએમસીનું નાક વાઢતાં નગરસેવિકા

Nawanagar Time

માર્કેટીંગ યાર્ડના સત્તાધીશો પાસેથી લાયસન્સ આપવાની સત્તા છીનવી લેતાં જિલ્લા રજિસ્ટ્રાર

Nawanagar Time

બાલાજીના ચેવડાના પેકેટમાં વજન ઓછુ નીકળતા મંત્રીને ફરિયાદ

Nawanagar Time

Leave a Comment