Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સ્વાઇન ફલુનો કહેર : વધુ બે શંકાસ્પદ કેસ

swine-flu-says-in-jamnagar-two-more-suspected-cases

તાવ, શરદી, વાઇરલના અસંખ્ય કેસ: જી.જી.હોસ્પિટલમાં ઉભરાતાં દર્દીઓ : સ્વાઇન ફલુ પોઝીટીવ બે દર્દીઓ સારવારમાં

જામનગર:-જામનગરમાં રોગચાળાએ માથું ઊંચક્યું હોય તેમ સ્વાઈન ફલુનો કહેર વધી રહ્યો છે. શહેરની જી.જી. હોસ્પિટલમાં સ્વાઈન ફલુના બે શંકાસ્પદ દર્દીઓ દાખલ થતાં ડૉક્ટરોમાં દોડધામ મચી જવા પામી છે. હોસ્પિટલમાં બે શંકસ્પદ દર્દીઓ ઉપરાંત બે પૉઝિટીવ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે. શહેરની સરકારી જીજી હૉસ્પિટલમાં સ્વાઈન ફલુના બે શંકાસ્પદ દર્દીઓ દાખલ થતાં તેમના લોહીના નમૂના લઈ પૃથ્થક્કરણ માટે મોકલી દેવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓ ઉપરાંત ગુરૂવારે દિગ્વિજય પ્લોટ, આશાપુરા મંદિર પાસે રહેતાં 4પ વર્ષિય પુરૂષને સ્વાઈન ફલુના લક્ષણો દેખાતાં જીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે શનિવારે ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં પ6 વર્ષિય પુરૂષને પણ સ્વાઈન ફલુના લક્ષણો જણાતા જીજી હૉસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતાં. આ બન્ને દર્દીઓના રિપોર્ટ પૉઝિટીવ આવતાં ડૉક્ટરોમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે આજે વધુ બે શંકાસ્પદ દર્દીઓ દાખલ થતાં આરોગ્ય તંત્ર ઊંધા માથે થયું છે.

બીજી તરફ શહેરની સરકારી જી.જી.હોસ્પિટલમાં તાવ, શરદીના દર્દીઓની છેલ્લા એકાદ સપ્તાહથી કતારો જોવા મળી રહી છે કેટલાક દિવસોથી રોગચાળાનું પ્રમાણ વઘ્યુ હોય તેમ ખાનગી દવાખાનાઓ પણ દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે. શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણમાં આરોગ્ય કેન્દ્રોમાં પણ દર્દીઓથી સમાતા નથી. શિયાળાની મોસમમાં કાતીલ ઠંડીએ માઝા મુકી હતી મે કે છેલ્લા ત્રણેક દિવસથી શહેરમાં ઠંડી ગરમીનું મિશ્ર વાતાવરણ સર્જયુ છે વહેલી સવારે ઠંડી પડે છે જયારે બપોરે સૂર્યનારાયણનો આકરા તાપથી મિશ્ર વાતાવરણ સર્જાય છે. તેમાં રોગચાળાએ પણ માથુ ઉચકયું છે. જાણવા મળતી વિગતો મુજબ જી.જી.હોસ્પિટલમાં તાવ,શરદી અને વાઇરલ બિમારીના અસંખ્ય કેસ નોંધાયા છે અને તાવ, શરદીની ઓપીડી દર્દીઓથી ફુલ જોવા મળે છે. શહેર અને જિલ્લામાં રોગચાળાએ માથુ ઉચકયું છે ત્યારે આરોગ્ય તંત્ર પણ રોગચાળો નાથવા ઉંધા માથે થયું છે.

Related posts

મહાપાલિકાના અધિકારીઓ ડિપ્રેશનમાં ! જનરલ બોર્ડમાં મુદ્દો ઉછળ્યો

Nawanagar Time

જામનગરમાં તાપમાન બે ડીગ્રી ઘટતા કાતીલ ઠંડીનો પ્રારંભ

Nawanagar Time

જામનગર ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડમાં મ્યુઝિયમ ખડકવાની તૈયારી: ખેલાડીઓમાં રોષ

Nawanagar Time

Leave a Comment