Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીને સ્વાઈન ફલુ

More swine flu chief secretary of the state Department of Health

જામનગર:- જામનગર શહેરમાં સ્વાઈન ફલુએ માથું ઊંચક્યું છે ત્યારે જામનગર મહાનગર પાલિકાના એસ્ટેટ ઓફિસરને સ્વાઈન ફલુના લક્ષણો જણાતા સારવારમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ જામનગર શહેરમાં છેલ્લા મહિનામાં સ્વાઈન ફલુ એ કાળો કેર ફેલાવ્યો છે. એવા સંજોગોમાં જામનગર મહાનગર પાલિકામાં એસ્ટેટ વિભાગની મહત્વની જવાબદારી સંભાળતા રાજભા ચાવડાને સ્વાઈન ફલુના લક્ષણો જણાતા મહાનગર પાલિકામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વધુમાં રાજભાને સ્વાઈન ફલુની અસર જણાતા હાલ સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. જો કે, એસ્ટેટ વિભાગમાં અતિ મહત્વની જવાબદારી સંભાળી દબાણ હટાવ ઝૂંબેશમાં હંમેશા અગ્રેસર રહેતાં રાજભા ચાવડાની નાદુરસ્ત તબિયતને લઈ આજે હાથ ધરવામાં આવનાર ઓપરેશન ડિમોલિશન પણ મોકૂફ રખાયું હોવાનું જાણવા મળે છે.

Related posts

જામનગરમાં જાળી ચોરનો તરખાટ

Nawanagar Time

પાંચ લાખ સુધી કોઈ ટેકસ નહીં: બજેટમાં મોદીની સિકસર

Nawanagar Time

થઈ જાવ તૈયાર: 5મીથી કેસરની એન્ટ્રી

Nawanagar Time

Leave a Comment