Nawanagar Time
ગુજરાત જામનગર

આરોગ્ય કર્મચારીઓની હડતાલ વચ્ચે આશાવર્કરો સ્વાઇન ફ્લૂની કામગીરી કરશે

swine-fluence-will-do-the-work-between-health-workers-strike

આરોગ્ય કર્મચારીઓ પાંચ દિવસથી વિવિધ પડતર માંગણીને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર

જામનગર:-રાજ્યના પંચાયતના આરોગ્ય કર્મચારીઓ પાંચ દિવસથી વિવિધ પડતર માંગણીને લઇ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.દ્વારકા અને જામનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ,લેબ.ટેકનીશિયન તેમજ હેલ્થ સુપરવાઇઝર સહીતના આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર છે.જ્યારે બીજી બાજું ગ્રામ્ય પંથકમાં સ્વાઇનફ્લુના પોઝીટીવ કેસો નોંધાઇ રહ્યા છે.સાથે મૃત્યુંના બનાવો પણ બન્યા છે.હાલારમાં અત્યાર સુધીમાં 15 દર્દીઓનાં મૃત્યું નિપજ્યા છે.હડતાળના પગલે સ્વાઇનફ્લુને લગતી સર્વેની કામગીરી અને રસીકરણની કામગીરી અટકી ગઇ છે.

બીજી બાજું આરોગ્ય કેન્દ્રમાં લોહીના નમુનાનું પૃથ્થુકરણ ન થતા દર્દિઓ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા વખતોવખત માંગણી કરવામાં આવી છે કે,ત્રીસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવો,સુપરવાઇઝરની જગ્યાને અપગ્રેડ કરવા,જિલ્લા કક્ષાએ મહેકમ મંજુર કરવું,ખાલી જગ્યાઓ પર બઢતી આપવી જેવી વિવિધ માંગણીઓ સરકાર સમક્ષ મુકવામાં આવી છે.પરંતુ નિરાકરણ ન આવતા પાંચ દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે.દ્વારકામાં 25 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 325 જેટલા કર્મચારીઓ છે.જ્યારે જામનગર જિલ્લામાં 33 પ્રાથમિક આરોગ્યકેન્દ્રો અને 500 જેટલા કર્મચારીઓ છે.જે તમામ હડતાળ પર ઉતરતા ગામડાઓમાં આરોગ્યની સેવા ન મળતા દર્દિઓ પરેશાન થઇ રહ્યા છે. હાલાર પંથકમાં એક બાજુ સ્વાઇનફ્લુ વકરી રહ્યો છે.પાંચ માસમાં 15 દર્દીઓના સ્વાઇનફ્લુથી મોત થયા છે.બીજી બાજું ઉતરોતર સ્વાઇનફ્લુના કેસો વધી રહ્યા છે.  કર્મચારીઓ હડતાળ પર જવાથી ગામડાઓમાં સ્વાઇનફ્લુ અંગે સર્વેની કરવાની થતી કામગીરી અટકી ગઇ છે.તેમજ લોહીના નમુનાનું કેન્દ્રમાં પૃથ્થુકરણ ન થતા દર્દિઓ રઝળી પડ્યા છે.જ્યારે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા વૈકલ્પીક વ્યવસ્થા ન કરાતા દર્દિઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. સ્વાઇન ફ્લૂના કહેર વચ્ચે આરોગ્યના કર્મચારોઓની હડતાલથી દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી છે. જેના કારણે આરોગ્ય સેવાને ગંભીર અસર થઇ રહી છે.

Related posts

એક મહિનામાં ડેંગ્યુના 108 અને મેલેરિયાના 25 પોઝિટિવ કેસ

Nawanagar Time

જામનગર જિલ્લામાં બેંક લોનની 250 અરજી પેન્ડીંગ રહેતા દેકારો

Nawanagar Time

ગુજરાત રાજ્યમાં લાંબા સમયથી બેકાર બી.એડ્ કરેલા શિક્ષિતોને લોટરી લાગશે

Nawanagar Time

Leave a Comment