Nawanagar Time
ગુજરાત જામનગર

જોડિયા નજીક એસટી બસ પુલ નીચે ખાબકી

swirl-down-the-bus-buses-near-the-twins-st-buses

ધ્રોલ ડેપોની બસ અમદાવાદ જઇ રહી હતી ત્યારે બનેલો બનાવ

જામનગર:-જોડિયા નજીક આવેલા એક પુલ પરથી આજે વહેલી સવારે એસ.ટી. બસ નીચે ખાબકતા ડ્રાઇવર-ક્ધડકટર અને મુસાફરોને નાની-મોટી ઇજા થવા  હતી. આ બનાવની જાણ તંત્રને કરવામાં આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પુલ પરથી નીચે ખાબકેલી એસ.ટી. બસ ધ્રોલ ડેપોની હોવાનું માલુમ પડે છે. આ બસ ધ્રોલ એસ.ટી. ડેપોમાંથી સવારે સાડા પાંચ કલાકે ઉપડે છે અને જોડિયા આવે છે ત્યારબાદ આ બસ અમદાવાદ તરફ જાય છે. આજે પણ  બસ રાબેતા મુજબ જોડિયાથી અમદાવાદ તરફ જવા રવાના થઇ હતી. દરમિયાન જોડિયા ગામે રોડ ઉપર આવેલા પુલ પર પહોંચી ત્યારે કોઇ કારણોસર ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પુલ ઉપરથી ડાબી બાજુમાં પલટી મારી ગઇ હતી. અલબત આ બસમાં માત્ર બે મુસાફરો જ બેઠા હોવાની મોટી જાનહાની  હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી છે.

Related posts

ધ્રોલ ડેપો મેનેજર અને દ્વારકા હેડ મિકેનિક સસ્પેન્ડ

Nawanagar Time

હાપા યાર્ડમાં મગફળીના બારદાન ખૂટી પડતાં ખેડૂતો દ્વારા હોબાળો

Nawanagar Time

બાયો ડીઝલના નામે હલકા ઇંધણનું વેંચાણ: તંત્ર જૂવે છે તમાશો

Nawanagar Time

Leave a Comment