Nawanagar Time
નેશનલ

મમતાને ઝટકો: કમિશ્નરને હજાર કરવા સુપ્રિમનો આદેશ

tackle-mamata-supreme-court-order-to-attend-commissioner

શારદા ચીટ ફંડ કેસમાં મમતાના ધરણાં વચ્ચે ર0 મી એ વધુ સુનાવણી

નવીદિલ્હી: –પશ્ર્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટમાંથી તગડો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે શારદા ચિટ ફંડ કૌભાંડમાં પૂછપરછ માટે કોલકત્તા પોલીસ કમિશનર રાજીવ કુમારને સીબીઆઈ સામે રજૂ થવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે  સાથે ચોખ્ખું કહી દીધું કે, હાલ ધરપકડ નહીં થાય. બંગાળના સીએમ મમતા સીબીઆઈની વિરૂદ્ધ ત્રણ દિવસથી ધરણા પર બેઠા છે. સુપ્રીમ કોર્ટના આ આદેશથી તેમને ઝાટકો લાગ્યો છે. કોર્ટે સાથો સાથ રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી, અને કોલકત્તા પોલીસ કમિશનરને માનહાનિની અરજી પર નોટિસ મોકલી છે. કેસની આગળની સુનવણી 20મી  રોજ થશે.

ચર્ચા દરમ્યાન સીબીઆઈની તરફથી હાજર થયેલા અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે એસઆઇટી એ પુરાવાની સાથે છેડછાડ કરી અને કેસની યોગ્ય તપાસ કરી જ નહીં. તેમણે કહ્યું કે બંગાળમાં સંવૈધાનિક સંસ્થાઓ ચરમરાઇ છે. વેણુગોપાલે કહ્યું કે એસઆઇટી ડેટા અને લેપટોપને સુરક્ષિત રાખ્યા નથી. એસઆઇટી એ સીબીઆઈને ખોટા  ડેટા આપ્યા હતા. બંગાળ સરકારની તરફથી હાજર વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી એ કહ્યું કે સીબીઆઈ કોલકત્તા પોલીસ કમિશનરને પરેશાન કરવા માંગે છે. તેમણે કહ્યું કે સીબીઆઈ ઓફિસરોને પરેશાન કરી રહી છે.

Related posts

ચોમાસુ ટનાટન રહેશે

Nawanagar Time

એશિયાઇ કુસ્તી ચેમ્પિયનશીપમાં 27 વર્ષ પછી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો

Nawanagar Time

આતંકીઓ કચ્છના અખાત વિસ્તારમાંથી ગુજરાતમાં ઘુસવાની ફિરાકમાં, તમામ સૈન્ય પાંખ સ્ટેન્ડ ટુ

Nawanagar Time

Leave a Comment