Nawanagar Time
અજબ-ગજબ

જલમહલની સુંદરતા જોઇને તમને પણ થશે ત્યાં જવાનું મન, લો રાજસ્થાનની મુલાકાત

take-a-tour-of-rajasthan

દુનિયાભરમાં મશહૂર રાજસ્થાનનો ઇતિહાસ, કિલ્લા, મહેલ અને સંસ્કૃતિને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. અંહી ફરવા માટે ઘણી એવી ઐતિહાસિક જગ્યાઓ છે કે અંહી તમને ફરવામાં મહિના લાગી જશે. જોકે રાજસ્થાનમાં ફરવા માટે ઘણી એવી જગ્યાઓ છે.પરંતુ આજે અમે તમને અંહી સ્થિત જલમહલ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. રાજસ્થાન જયપુર માનસાગર સરોવરની વચ્ચે બનેલા આ મહેલની સુંદરતા જોઇને તમે પણ હેરાન રહી જશો. આવો જોઇએ આ મહેલ અંગે ઘણી વાતો.

take-a-tour-of-rajasthan
take-a-tour-of-rajasthan

આશરે 300 વર્ષ પહેલા બનેલો જલમહલ માનસાગર સરોવરની વચ્ચે સ્થિત છે. આ મહેલને જોવા માટે તમારે બોટમાં જવું પડે છે. આ મહેલની અંદર જવા માટે 3 દરવાજા બનાવવામાં આવે છે. તેની સુંદરતા પ્રવાસીઓનું આકર્ષણનું મુખ્ય કારણ છે. જેને જોવા માટે દૂર-દૂરથી ટૂરિસ્ટો આવે છે. 5 માળના આ મહેલની 4 માળ પાણીની અંદર રહે છે. ફક્ત એક માળ જ પાણીની ઉપર નજરે પડે છે.

 

take-a-tour-of-rajasthan
take-a-tour-of-rajasthan

હોલનુમા આકારમાં બનેલા આ મહેલ આગળની તરફથી ઝૂકેલો છે. અને તેની ચારેય બાદુ અગાશી બનેલી છે. અંહી ઉભા રહીને તમે માનસાગરના સરોવરની ઠંડી હવાની મજા લઇ શકો છો. તે સિવાય આ મહેલમાં નક્શીકામ કરેલું છે. તેની ચારેય તરફ બનેલા સ્તંભ રાજાઓની કલા પ્રેમ દર્શાવે છે.

take-a-tour-of-rajasthan
take-a-tour-of-rajasthan

મહેલની સુંદરતા સિવાય તમે અંહી બનેલા હેંગિગ ગાર્ડનની પ્રાકૃતિક સુંદરતાની મજા લઇ શકો છો. રાતના સમયે આ મહેલની સુંદરતા જોવા લાયક હોય છે. જલમહલ સિવાય જયપુરમાં ઘણી ઐતિહાસિક ઇમારત જેમ કે હવા મહેલ, આમેરનો કિલ્લો અને નાહરગઢનો કિલ્લો પણ જોઇ શકો છો.

Related posts

જામનગરમાં એકતરફી પ્રેમમાં પાગલ મહિલાએ પરીણિત યુવકને પરેશાન કર્યો

Nawanagar Time

કણસતા યુવાનના કાનમાંથી નીકળી જીવંત ગરોળી!

Nawanagar Time

આ ખોપરીથી બનેલી દીવાલો એ દુનિયાની આ સૌથી ડરામણી ગુફામાં આવેલી છે.

Nawanagar Time

Leave a Comment