Nawanagar Time
ગુજરાત જામનગર

બોલો લ્યો ! અમુક તલાટી રજા ઉપર જાય તો ગ્રામ પંચાયતનો વહિવટ ઠપ્પ

take-it-off-if-some-talati-leaves-on-leave-the-administration-of-the-village-panchayat-stops

રજા મુદ્દે ચાલતી લાલિયાવાડી અટકાવવા ડીડીઓએ ખાસ હુકમ કરવો પડયો

જામનગર:-સામાન્ય રીતે એવું કહેવાય છે કે તલાટી-મંત્રીએ જે તે ગામના ડીડીઓ જ ગણાય, કેમ કે નાણાકીય વ્યવહાર, હુકમો, દાખલાઓ વગેરેમાં તેમની સહી જ માન્ય હોય છે ત્યારે અમૂક ગામમાં એવું બને છે કે તલાટી રજા ઉપર જાય તો ગ્રામ પંચાયતનો વહીવટ ઠપ્પ થઈ જાય છે.

આ અંગે ગંભીરતાથી રજૂઆત થયેલી કે જામનગર જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવતા તલાટી કમ મંત્રી રેગ્યુલર કર્મચારી અથવા ચાર્જમાં ફરજ બજાવતા હોય તેવા કર્મચારીઓમાંથી અમૂક ઈરાદાપૂર્વક લાંબી રજા મૂકે છે એટલું જ નહીં અધિકારીઓ આવી લાંબી રજા મંજૂર પણ કરે છે હવે પરિસ્થિતિ એ બને છે કે ગ્રામ પંચાયતના વહીવટમાં ચેકની અંદર તલાટી કમ મંત્રીની સહી ફરજિયાત હોઈ રજા ઉપર તલાટી જતાં રહેવાથી વહીવટ ઠપ્પ થઈ જાય છે. વળી, તાજેતરમાં તો સહાયક તરીકેની ભરતીમાં દરેક પંચાયત, શિક્ષણ આરોગ્ય, વીજ, મહેસૂલ વગેરેમાં તો કર્મચારીઓ અન્ય જગ્યાઓ ઉપર જવાનીઉતાવળમાં જ રહેતા હોઈ તે માટેના પરીક્ષાઓની તૈયારીઓમાં ખૂબ લાંબી રજાઓ મૂકે છે તેવા કિસ્સાઓ અમૂક બને છે. અમૂક તો કરી મૂકીને જતાં રહે છે ત્યારે તેના વિકલ્પ પણ ગોઠવાતા નથી.

રજા મંજૂર કરતા પહેલા નવા તલાટી મુકી-બેંક એકાઉન્ટ ફેરવવું

આ બાબતને ગંભીરતાથી લઈ જિલ્લા વિકાસ અધિકારીએ જામનગર જિલ્લાના તમામ ટીડીઓ  માટે પરિપત્ર કર્યો કે જ્યારે તલાટીની રજાઓ  મંજૂર કરવામાં આવે તો બીજા તલાટીને ચાર્જ સોંપીને જ રજા મંજૂર કરવી અને બેંક એકાઉન્ટ પણ જે ચાર્જમાં હોય તેને લગત બેંક એકાઉન્ટ કરાવી લેવા ખાસ હુકમ કરાયો છે કે ડીડીઓને પૂછયા વગર લાંબી રજા મંજૂર કરવી જ નહી.

Related posts

કોરોનાનો કેર: કાલાવડનો વિદ્યાર્થી ચીનમાં ફસાયો

Nawanagar Time

જામનગરમાં લીમડા લાઈનમાં રહેતા 80 વર્ષના વૃદ્ધ મહિલાના મકાનમાં ચોરી

Nawanagar Time

મુખ્યમંત્રીને મળેલા પૂર્વ મંત્રી પરમાણંદ ખટ્ટર સહિતના ચાર સૅલ્ફ કોરેન્ટાઈન

Nawanagar Time

Leave a Comment