Nawanagar Time
ગુજરાત

દેશી બંદૂક લઇ શિકાર કરવા નીકળેલો શખ્સ ઝબ્બે

take-the-desi-gun-and-shoot-out-the-hunts

ખંભાળિયા:-ખંભાળિયા પંથકમાં  અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બને તે માટે જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ અંતર્ગત એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.બી. ગોહિલની રાહબરી હેઠળ સ્ટાફ દ્વારા ગઇકાલે બુધવારે ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે હાથ ધરાયેલા પેટ્રોલીંગ દરમિયાન સ્ટાફના ઇરફાનભાઇ ખીરા તથા  બ્લોચને મળેલી ચોક્કસ બાતમીના આધારે જંગલી જનાવરોનો શિકાર કરવા માટે દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે કંચનપુરની એક દરગાહ પાસેના વાડી વિસ્તારમાંથી નાના માંઢા ગામના બસીર હુશેનભાઇ ખીરા નામના 33 વર્ષના સુમરા મુસ્લિમ શખ્સને દબોચી લીધો હતો. આ સમગ્ર કાર્યવાહી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ ડી.બી. ગોહિલ, હેડ કોન્સ. મહંમદભાઇ બ્લોચ,  ખીરા, પરબતભાઇ આહિર વગેરે દ્વારા કરવામાં આવી હતી.

Related posts

લોકસભા ચૂંટણી માટે તંત્ર સજ્જ : 15 ફલાઇંગ સ્કવોડ મેદાને

Nawanagar Time

SOG પોલીસમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ સવા લાખની લાંચ લેતા ઝડપાયા..

Nawanagar Time

બ્રાસપાર્ટના બે વેપારીઓ સાથે રૂા. 8.24 લાખની છેતરપીંડી

Nawanagar Time

Leave a Comment