Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક નાં લીધે જામનગર નાં રાજકારણ મા ગરમી, રાજ્યમંત્રી હકુભાને મોદિ નું તેડુ..

taking-the-urgency-of-the-delhi-high-court

જામનગર:-ગુજરાત રાજયના મુળ કોંગ્રેસી નેતા અને હાલ ભાજપમાં મંત્રી સ્થાને બેઠેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને જામનગરના ધારાસભ્ય હકુભા જાડેજા જે હાલ ગુજરાત રાજયની સરકાર રાજયમંત્રી છે તેમને આજે દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીએ બોલાવ્યા છે જેથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય વાતાવરણમાં ઠંડી અને ગરમી વચ્ચે ભારે ચર્ચાઓ ચાલી રહી

જામનગરની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાર્દિક પટેલનું નામ જાહેર થતાંની સાથે જ જામનગર લોકસભાની બેઠક ગુજરાતના રાજકારણમાં ચોકક્સપણે એ.પી. સેન્ટર બની જશે તે સ્વાભાવિક છે.

જામનગર અને દેવભૂમિ બન્ને જિલ્લામાં પટેલ જ્ઞાતિની ભારોભાર જ ક્ષત્રિય અને આહિર સમાજના મતો આવેલા છે જેથી ખુબ જ મહત્વની બની ગયેલી આ  ભાજપ માટે મતોના લેખાજોખામાં નિર્ણાયક બની શકે તેમ છે. જયારે હકુભા અને જવાહર ચાવડા રાજકારણમાં વર્તમાન સ્થિતિએ હોય જેથી મોદી સાથે આજની મુલાકાતથી રાજકીય અટકળો તેજ બની છે.

સૌરાષ્ટ્રમાં જામનગરની બેઠક ઉપર ભાજપ તરફથી કોણ લડશે તે ચર્ચા વધુ તીવ્રત્તમ બની રહી છે. જવાહર ચાવડા મુળ તો સોરઠના માણાવદરના  પરંતુ આહિર જ્ઞાતિના હાલારના મતોના મુદ્દે તેમને સમિક્ષા માટે બોલાવાયા છે બીજી તરફ હકૂભા પણ જામનગર માટે  કોનું નામ સૂચવે છે તે મહત્વનું બની રહેશે.

Related posts

જામનગરના આંગણે ભરવાડ સમાજનો સમૂહલગ્ન: 113 યુગલો પ્રભુતામાં પગલા માંડશે

Nawanagar Time

જામનગરમાં 10 દર્દી કોરોનાનો કોળિયો: નવા 87 પૉઝિટીવ કેસ

Nawanagar Time

જામનગરમાં કોરોનાથી વધુ બે દર્દીના મોત: 18 પૉઝિટીવ

Nawanagar Time

Leave a Comment