Nawanagar Time
નેશનલ

તાલાલા બેઠકની પેટા ચૂંટણી રદ્, જાણો શુ છે કારણ..

talala-sub-election-meeting-canceled

ભગવાન બારડને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત: ગુજરાત ચૂંટણીપંચને લપડાક

નવીદિલ્હી:-ગુજરાત હાઇકોર્ટે તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કર્યા બાદ આજે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આજે  બારડની અરજી પર સૂનાવણી કરતા મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો હતો. તાલાલા બેઠકને લઇને ચૂંટણી પંચના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી. આ સાથે તલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજાય. તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ગુજરાત ચૂંટણી પંચને લપડાક પડી છે.  પૂર્વે ખનીજ ચોરીના જુના એક કથિત મામલામાં ભગવાન બારડને નીચલી અદાલતે દોષિત ઠેરવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે તેમનું ધારાસભ્યપદ રદ કર્યું હતું. ભાજપે અહીં પેટાચૂંટણી યોજવાના ભાગરૂપે જશા ભાણા બારડને ઉમેદવાર તરીકે પણ જાહેર કરી દીધા હતા. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે ભાજપને એક મોટો ફટકો આપ્યો છે. આ અગાઉ ગુજરાત  તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડની સસ્પેન્શન અને પેટાચૂંટણી રદ કરવાની અરજી ફગાવી દીધા બાદ તેઓ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આજે સુપ્રીમ કોર્ટ ભગા બારડની અરજી પર સૂનાવણી હાથ ધરી આ નિર્ણય આપ્યો છે.

Related posts

ઓહો આશ્ર્વર્યમ્: આઠ મહિના પહેલા મૃત્યુ પામેલા વ્યકિત સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધતી પોલીસ

Nawanagar Time

આર્થિક મોરચે ભારત કરતાં બાંગ્લાદેશની સ્થિતિ વધુ સારી

Nawanagar Time

બાળકો માટે સેન્ટા ક્લોઝ બન્યો વિરાટ

Nawanagar Time

Leave a Comment