Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

તામિલના સુપરસ્ટાર એક્ટર રજનીકાંતનો જાદુ યથાવત…

tamils-superstar-actor-rajinikanths-magic-continued

જે ઉંમરમાં તમામ સ્ટાર્સ અથવા તો ચરિત્ર ભૂમિકાઓ નિભાવી રહ્યા છે અથવા અભિનય ક્ષેત્રમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, તે ઉંમરમાં રજનીકાંત સતત સક્રિય છે. ‘કબાલી’, ‘કાલા’, ‘2.0’ બાદ 2019માં પણ રજનીકાંત ફેન્સ માટે ગિફ્ટ લઈને આવ્યા છે. પોંગલ વીકમાં તેની ફિલ્મ ‘પેટ્ટા’ રીલિઝ થઈ ગઈ છે. તેને ત્રણેય ભાષાઓ (તામિલ, તેલુગુ અને હિન્દી)માં રીલિઝ કરવામાં આવી છે. મુવીમાં નવાઝુદ્દીન સિદ્દીકી, તૃષા, બોબી સિમ્હા, વિજય સેથુપથી, સિમરન બગ્ગા લીડ રોલમાં છે. મુવીને ફેસ્ટિવ વીકનો ફાયદો મળશે.

‘પેટ્ટા’ એક ગેંગસ્ટર ડ્રામા મુવી છે. ફિલ્મ કાર્તિક સુબ્બારાવે ડિરેક્ટ કરી છે. પેટ્ટા 1980-90 એરાના બેકગ્રાઉન્ડ પર બની છે. ફિલ્મમાં રજનીકાંત 90sના ગેટઅપમાં દેખાય છે. તેનો જે લુક છે તેને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. YouTube પર મુવીનું ટ્રેલર હજુ પણ ટ્રેન્ડમાં છે. હવે જોવું એ રહ્યું કે, ‘પેટ્ટા’ને પણ દર્શકો ‘2.0’ જેવો જ રિસ્પોન્સ આપે છે કે નહીં. આ સાઉથ ઈન્ડિયન મુવીમાં હિટ થવા માટેના તમામ મસાલાઓ છે. તેમાં એક્શન, રોમાન્સ, ડ્રામા, કોમેડીની ફ્લેવર સામેલ છે. 2.0ના હિન્દી વર્ઝને રેકોર્ડતોડ કમાણી કરી હતી. અન્ય ભાષાઓમાં પણ ‘2.0’ની કમાણીએ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા.

રજનીકાંતની ફિલ્મ ‘પેટ્ટા’ને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. ફેન્સ મુવીના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તેઓ ફિલ્મને બ્લોકબસ્ટર જણાવી રહ્યા છે. ફેન્સનું કહેવુ છે કે, આ ફિલ્મને પોંગલ માટે એન્ટરટેઈનર સાબિત થશે. ‘પેટ્ટા’માં રજનીકાંતના યંગ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે

 

Related posts

સાઉથ ઈન્ડિયન ગીત પર વોર્નરનો ડાન્સ થયો વાઇરલ

Nawanagar Time

સિમ્બાની ટીમ દ્વારા મુંબઈ પોલીસને 51 લાખનું દાન

Nawanagar Time

‘મેઈડ ઈન હેવન’ બાદ કલ્કિ કેકલાં ‘સેક્રેડ ગેમ્સ’ સીઝન 2માં દેખાઈ શકશે

Nawanagar Time

Leave a Comment