Nawanagar Time
ગુજરાત જામનગર

ઉનાળાના પ્રારંભે જ સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 350 ગામોમાં ટેન્કરરાજ

tannercar-in-350-villages-of-8-districts-of-saurashtra-at-the-beginning-of-summer

જામનગરવાસીઓના નશીબમાં અઢી દાયકાથી એકાંતરા પાણી વિતરણ : શહેરના છેવાડાના વિસ્તારોમાં પરિસ્થિતી વિકટ

જામનગર:-ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલા અપૂરતા વરસાદને લઈને સમગ્ર રાજ્યના એનક જિલ્લાઓમાં ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણીના પોકારો પડવા શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં  ચૂંટણી માથે હોઈ સમગ્ર કાઠિયાવાડમાં પ્રજા પાણી માટે પોકાર કરી રહી છે. સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 103 જળાશયો પૈકી 90 જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયા છે. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટને બાદ કરતાં આઠેય જિલ્લાના મુખ્ય મથકો પર બે-ત્રણ દિવસે માત્ર એક વાર પાણી વિતરણ થઈ રહ્યું છે. જળાશયો તળિયાઝાટક થઈ જતાં  વધુ કફોડી સ્થિતિ ગામડાંઓની થઈ છે. હજુ તો ઉનાળો શરૂ જ થયો છે ત્યાં 350થી વધુ ગામડાંઓમાં ટેન્કર દોડાવવાનો વારો આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત રાજકોટના આજી ડેમ ઉપરાંત, જામનગરના રણજીતસાગર ડેમમાં નર્મદાના નીર ભરવામાં આવ્યા છે અને હજુ ચોમાસાને ચાર મહિનાની વાર છે ત્યારે  આઠ જિલ્લાના 90 જેટલા નાના મોટા ડેમ ખાલીખમ થઈ ગયા છે.

સૌરાષ્ટ્રના લોકો દ્વારા આ 90 ડેમને સૌની યોજના દ્વારા ફરીથી પાણી છલોછલ કરવા તંત્ર પાસે માગ કરવામાં આવી રહી છે. ઉનાળાની શરૂઆતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત ખાલીખમ થવા લાગ્યા છે, ત્યારે ખેતીને પણ ભારે નુકસાન થવાની દહેશત ઊભી  છે. જે જળાશયોમાં પાણી બચ્યું છે તે પણ વધુમાં વધુ એક માસ ચાલે તેટલું જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં સૌરાષ્ટ્ર પર અતિ ગંભીર જળસંકટના એંધાણ દેખાઈ રહ્યા છે. હાલમાં જામનગર-જૂનાગઢમાં આંતરા દિવસે પીવાનું પાણી આપવામાં આવી રહ્યુ છે.

જ્યારે જામનગરમાં તો છેલ્લા અઢી દાયકાથી પ્રજાજનોને  જ પાણી મળી રહ્યું છે. અને આ વર્ષે અપુરતા વરસાદ બાદ એકાંતરા પાણી વિતરણમાં પણ કાંપ મુકાય તેવી સ્થિતિ વચ્ચે જામનગરના છેવાડાના વિસ્તારોમાં અત્યારથી જ ટેન્કરો દોડી રહ્યા છે તો જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા, ખંભાળિયા, ઓખા વગેરે ગામો અને  વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ જળ કટોકટી સર્જાઇ છે.

ગ્રામ્ય વિસ્તારોમાં પાણીના પોકારો શરૂ થતાં બે-ત્રણ દિવસે ટેન્કરો દોડાવવાના શરૂ કરી દેવાયા છતાં પીવાનું પાણી ગામડાઓમાં પૂરતું મળતું નથી. લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. અને ચૂંટણી સમયે જ પાણી નહીં તો મત નહીંના નારા લગાવી ગ્રામ્ય પ્રજાઓ  ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો  છે.

જો કે, લોકસભા સામાન્ય અને વિધાનસભા પેટાચૂંટણી સમયે જ ગ્રામ્ય પ્રજાએ પોતાનો અસલી મીજાજ બતાવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર મતદારોની ધમકીથી દોડતું થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

Related posts

જામનગરમાં નાસતા-ફરતા વધુ ચાર ઝડપાયા

Nawanagar Time

પહેલા ખાડાવાળા રસ્તા રીપેર કરાવો પછી ટ્રાફિકના નિયમ ઘડો

Nawanagar Time

જામનગરના વિકાસમાં સિંધી સમાજનો સિંહફાળો

Nawanagar Time

Leave a Comment