Nawanagar Time
ગુજરાત જામનગર

લોકસભા ચૂંટણી માટે તંત્ર સજ્જ : 15 ફલાઇંગ સ્કવોડ મેદાને

tantra-equipped-for-lok-sabha-elections-15-flying-squad-mede

જામનગર લોકસભા બેઠકમાં 1941 મતદાન મથકો ઉપર 16.38 લાખ જેટલા મતદારો : છેલ્લી ઘડી સુધી મતદાર યાદીમાં નામ નોંધવાનું ચાલુ

જામનગર:-જામનગર જિલ્લાનું ચૂંટણીતંત્ર સજ્જ બન્યું છે અને જામનગર જિલ્લામાં આચાર સંહિતાનો આદર્શ અમલ થાય તે રીતે કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12- જામનગર લોકસભાની બેઠક માટે કુલ 16,38,823 મતદારો નોંધાયા છે જેના માટે કુલ 1941 મતદાન મથકો ઉપર ચૂંટણી પ્રક્રિયા  જામનગર જિલ્લામાં ચૂંટણીનો કંટ્રોલ રૂમ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આચાર સંહિતા ભંગની ફરિયાદ માટે 1950 હેલ્પ લાઇન પણ શરૂ કરી દઇ 15 ફલાઇંગ સ્કવોડને મેદાને ઉતારવામાં આવી છે.  લોકસભા ચૂંટણી અંગે જામનગર જિલ્લાના મુખ્ય ચુંટણી અધિકારી જિલ્લા કલેકટર રવિશંકરે વિગતો આપતા જણાવ્યું હતું કે 12 જામનગર લોકસભાની બેઠક  જામનગર જિલ્લામાં કુલ 10,97,017 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5,41,806 મતદારો મળી કુલ 16,38,823 મતદારો નોંધાયા છે. હજુ પણ મતદાર યાદીમાં નામો ઉમેરવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે. જો કોઇ નાગરીક પોતાનું નામ ઉમેરવા માંગતો હોય તો 24-3-2019 સુધીમાં પોતાના નામ અને વિગત સાથેના ફોર્મ રજૂ કરી મતદાર યાદીમાં નામનો  કરાવી શકશે. જામનગર લોકસભા બેઠકમાં મતદારોની સ્થિતિ જોઇએ તો કાલાવડ વિધાનસભા વિસ્તારમાં 2,18,870 મતદારો નોંધાયા છે. જામનગર ગ્રામ્યમાં 2,28,322 મતદારો નોંઘયા છે. જામનગર ઉત્તરમાં 25,035 મતદારો નોંધાયા છે. જામનગર દક્ષિણમાં 2,12,139 મતદારો નોંધાયા છે. જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં 2,12,655 મતદારો નોંધાયા છે. ખંભાળિયા વિધાનસભા વિસ્તારમાં 2,73,916 અને દ્વારકા વિધાનસભા વિસ્તારમાં  મળી કુલ 16,38,823 મતદારો નોંઘયા છે. જે મતદારો માટે 76 કાલાવડ વિધાનસભા વિસ્તારમાં 299 મતદાન મથકો ઉભા કરાશે અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ધ્રોલની હરધોળ હાઇસ્કૂલમાં ઇ.વી.એમ. મશીનો રાખવામાં આવશે. ત્યાર પછી 77-જામનગર ગ્રામ્યમાં 277 મતદાન મથકો ઉભા કરાશે અને હરીયા કોલેજમાં ઇ.વી.એમ. મશીનોને રાખવામાં આવશે. ત્યાર પછી  વિધાનસભા વિસ્તારમાં 221 મતદાન મથકો ઉભા કરવામાં આવશે જે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી ડી.કે.વી. કોલેજમાં તમામ ઇ.વી.એમ. મશીન એકત્ર કરવામાં આવશે. 79 દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં 202 મતદાન મથકો ઉભા કરવામાં આવશે અને પ્રભુલાલ સંઘરાજશાહ વિદ્યાલય, ડી.સી.સી. હાઇસ્કૂલમાં ઇ.વી.એમ. મશીનો રાખવામાં આવશે. 80 જામજોધપુર વિધાનસભા વિસ્તારમાં 282 મતદાન મથકો  કરવામાં આવશે અને લાલપુરની હાઇસ્કૂલમાં ઇ.વી.એમ. મશીનો એકત્ર કરવામાં આવશે. લોકસભા ચૂંટણી અન્વયે જામનગર લોકસભા બેઠક માટે જુદી-જુદી 15 ફલાઇંગ સ્કવોડની ટીમ મેદાને ઉતારવામાં આવી છે, આ ઉપરાંત વીડીયો ઓબ્ઝર્વરની પાંચ ટીમો બનાવવામાં આવી છે અને વીડીયોને નિહાળવા માટેની પાંચ ટીમો બનાવવામાં આવી છે જે ટીમ સમગ્ર વિડીયોનું નિરીક્ષણ  પછી કયાંય પણ આચાર સંહિતનો ભંગ થયો હોય તેનું મોનીટરીંગ કરી મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ રીપોર્ટીંગ કરવામાં આવશે.

આ ઉ5રાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના 81 વિધાનસભા વિસ્તારમાં 338 મતદાન મથકો ઉભા કરાશે અને ખંભાળિયાની પ્રાંત અધિકારીની કચેરીમાં ઇ.વી.એમ. મશીનો એકત્ર કરવામાં આવશે. જ્યારે 82 દ્વારકા વિધાનસભા વિસ્તારમાં 322 મતદાન મથકો  કરવામાં આવશે અને મતદાનની પ્રક્રિયા પછી શારદાપીઠ કોલેજમાં ઇ.વી.એમ. મશીનો એકત્ર કરવામાં આવશે. જે તમામ એકત્ર થયેલા ઇ.વી.એમ. મશીનોને 23મી તારીખની મોડી રાત્રે મતદાનની પ્રક્રિયા પુર્ણ થયાના દિવસે જામનગરની હરીયા કોલેજમાં બન્ને જિલ્લાના ઇ.વી.એમ. મશીનો એકત્ર કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે અને ત્યાર પછી 23-5ના દિવસે હરીયા કોલેજમાં જ  ગણતરી યોજવામાં આવશે.

Related posts

બોર્ડની પરીક્ષામાં ચોરી કરનાર છાત્રોને ગાંધીનગર ધક્કા નહીં ખાવા પડે

Nawanagar Time

પુત્રીને થપ્પડ મારનાર શખ્સને ટપારતા હોમગાર્ડને ધમકી

Nawanagar Time

જામનગરને ગ્રીન ઝોનમાં લાવવા રજૂઆત થશે: મુખ્યમંત્રી

Nawanagar Time

Leave a Comment