Nawanagar Time
ગુજરાત જામનગર

તંત્ર રંગમતી-નાગમતી માટે રૂપીયા .400 કરોડનો પ્રોજેકટ બનાવી મનપા પાણીમાં બેસી ગયું

tantra-rangamy-najmati-for-rs-400-crores-project-manapha-was-in-the-water

સરકાર ગ્રાંટ ફાળવે તો બાવળ-ઝાડી, ઝાંખરા દુર થાય: પ્રિમોન્સુન મીટીંગમાં થયેલી ચર્ચા માત્ર વાતો જ રહી સરકા

રે ત્રણ વર્ષથી ફદીયુય ફાળવ્યુ નથી!

માત્ર ઝાડી-ઝાંખરા દુર કરાયા

મનપાના તંત્રએ સ્વીકાર્યુ છે કે નદીઓમાં કચરા ગટર, પાણી, ગંદકી બે રોકટોક ઠલવાયશે જે સમગ્ર સફાઇની કાર્યવાહી એ ખુબ મોટો પ્રોજેકટ  છે ત્યારે તાજેતરમાં સરકારની સુચના હતી પરંતુ નાણા ન હતા માટે સંપુર્ણ પણે લોકભાગીદારીથી ઝાડી-ઝાંખરા બાવળ દુર કરાયા હતાં પરંતુ નદી ઊંડી ઉતારવી સફાઇ કરવી એવી કોઇ કાર્યવાહી ગ્રાંટના અભાવે કરાઇ શકી ન હોવાની લાચારી તંત્રએ વ્યકત કરી હતી.

જામનગર:-નગરની ઓળખ સમાન રંગમતી-નાગમતી નદીની બદતર હાલત સુધારવા માટે રૂા.400 કરોડનો પ્રોજેકટ બનાવીને મનપાનું તંત્ર બેસી રહ્યું છે કેમ કે સફાઇ કામગીરી વગેરે માટે સરકારે કંઇ નાણા ફાળવ્યા નથી એટલું જ નહીં ત્રણ વર્ષથી સરકારે આનંદીઓ માટે એક ફદીયુય ફાળવ્યુ નથી.

ગત ચોમાસા પહેલા (પ્રીમોન્સુન) ખાસ મીટીંગ મંત્રીના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સુજલામ સુફલામ યોજના હેઠળ સંખ્યાબંધ કામો કરવા ઉપર ભાર મુકયો હતો. ડેમ, તળાવ, નદીના ઊંડાઇના કામ સહીતના કામો જળસંચય કરવા માટે હાથ ધરવા મસમોટુ આયોજન થયેલુ આ મીટીંગમાં રંગમતી-નાગમતી નદી માટે ખાસ ઘ્યાન આપવા સુચનો અને હુકમો થયા હતાં. મનપા તંત્રને તાકીદે સિંચાઇ સાથે સંકલન કરી રંગમતી-નાગમતીમાં એક તો પાણી સંચય થાય, ઉપરાંત વધુ વરસાદ આવે તો નગરમાં ન ઘુસે તે માટે નદીના પટ્ટ દબાણ ખુલા કરવાની વાતો પણ થઇ હતી. પરંતુ તે મુજબ કશુ થયું નહીં અને સોલીડ વેસ્ટ વિભાગના જણાવ્યા મુજબ સફાઇ, ઊંડાઇ સહીતની તેમજ દબાણ હટાવતી કામગીરી કરવા ઉપરાંત રીવરફ્રન્ટ બનાવવા માટે કુલ રૂા.400 કરોડનો પ્રોજેકટ તૈયાર છે પરંતુ નાણાકીય સહાય મળી નથી.

Related posts

લૉકડાઉનમાં મધરાત્રે સાત રસ્તાની સુંદરતા ખીલી ઉઠી…

Nawanagar Time

ગંદા પાણી મામલે રૂ.23 કરોડ બચાવવા એસ્સારના હવાતીયા

Nawanagar Time

શુક્રવારે જામનગરમાં વ્હાલાંઓથી વંચિતોના વિસામાનું લોકાર્પણ

Nawanagar Time

Leave a Comment