Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ચોરને પકડવા ઉકળતા તેલમાં તરૂણના હાથ બોળાવતો તાંત્રિક

tantrik-who-is-taking-the-hands-of-tarun-in-boiling-oil-to-catch-a-thief-in-jamnagar

સાધના કોલોની વિસ્તારમાં રોકડની ઉઠાંતરી થતાં લોકોએ તાંત્રિકવિધી કરાવી પડી: બે તરુણોના હાથ ગરમ તેલમાં નખાવ્યા: ચોર કોણ ? હજુ પણ અકબંધ

જામનગર:-સાધના કોલોની વિસ્તારમાં ચોર પકડવા માટે પોલીસને બોલાવવાના બદલે ભૂવાને બોલાવાયો હતો અને જેની ઉપર ચોરીની શંકા હતી એ બે તરૂણોના હાથ ઉકળતા તેલમાં નાખ્યાનો કુતૂહલરૂપ કિસ્સો સામે આવ્યો છે. જો કે, તો પણ ખરો ચોર તો ઝડપાયો જ નથી!

વિશ્ર્વ એકબાજુ આધુનિક ટેકનોલોજી સાથે હરણફાળ ભરી રહ્યું છે તો બીજી બાજુ હજુ પણ અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહ્યા છે તેવામાં જામનગરની સાધના કોલોની વિસ્તારમાં બનેલી રોકડની ચોરીમાં કેટલાક લોકોએ અંધશ્રદ્ધામાં આવીને તાંત્રિકવિધિ કરાવી હતી અને ચોરી કોણે કરી છે ? તે જાણવા બે માસૂમ તરુણોના હાથ ગરમ તેલમાં નખાવ્યા હતા.

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં તાંત્રિક વિધિ કરાવી પડી હતી. બે દિવસ અગાઉ રહેણાંક મકાનમાં રોકડ રૂપિયા 3 હજાર આસપાસની રકમ ચોરી થતાં મકાનમાલિકએ તેના મકાનના સામેના બ્લોકમાં રહેતા તરુણ પર આક્ષેપ કરતાં ચોર કોણ છે ?  તેની ખરાઈ કરવા લોકોએ એક તાંત્રિકને બોલાવ્યો હતો. તાંત્રિકએ બે તરુણોને ઊભા રાખી અને એક કલાક સુધી તેલ ગરમ કરાવ્યુ હતું. ગરમ તેલમાં હાથ નાખવાથી જે ચોર હશે તે ઝડપાઇ જશે તેવું તાંત્રિકએ લોકોને જણાવ્યુ હતું.

બાદમાં બે માસૂમ તરુણોને તેલમાં હાથ નાખવાનું કહેતા બંને માસુમોના શિરે પસીના છૂટવા લાગ્યા હતા. બળજબરી બંને માસુમોના હાથ ગરમા ગરમ તેલમાં નાખવામાં આવતા બંને તરુણોના હાથ બળી ગયા હતા. છતાં પણ ચોર કોણ તે તો ખબર જ ન પડી. પછી શું? તાંત્રિક તો ત્યાથી થયો ફરાર અને બંને માસુમો બન્યા અંધશ્રદ્ધાના ભોગ. તાંત્રિક વિધિ બાદ બીકના મારે ડરી ચૂકેલા લોકોએ તો બંને તરુણોને સારવાર કરાવવા હોસ્પિટલ પણ ન લઈ ગયા. હજુ પણ રોકડની ઉઠાંતરી કોણે કરી હતી? તે તો સામે આવ્યું જ નથી.

જો કે, લોકોએ આ બાબતે પોલીસનો સંપર્ક સાધ્યો હોત તો આ બંને માસુમો અંધશ્રદ્ધાનો ભોગ ન બન્યા હોત તેવું આસપાસના સ્થાનિકોનું કહેવું છે.

Related posts

જામનગરમાં પારો ફરી ગગડ્યો: 10.6 ડીગ્રી

Nawanagar Time

જન્મ દિવસે પુત્રીનો કબજો મેળવવા પિતાની અરજી રદ કરતી ફેમેલી કોર્ટ

Nawanagar Time

જિલ્લા પંચાયતના 36 કર્મચારીને કાયમી નોકરી મળતાં ખુશીની લહેર

Nawanagar Time

Leave a Comment