Nawanagar Time
સ્વાદ પકવાન

સવારે હેલ્ધી નાસ્તા માટે બનાવો રાગીમાંથી બનતી ટેસ્ટી મિનિ નાગલી પેનકેક

tasty-mini-nagali-pancakes-made-from-ragi-for-breakfast-in-the-morning

સામગ્રીઃ

  • 1/2 કપ રાગીનો લોટ
  • 1 ટેબલ સ્પૂન સોજી
  • 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ
  • 1/4 કપ ઝીણી કાપેલી ડુંગળી
  • 2 ટેબલ સ્પૂન કોથમીર
  • 1/2 ટી-સ્પૂન ઝીણી સમારેલું લીલું મરચું
  • મીઠું- સ્વાદાનુસાર
  • 1/2 ટી સ્પૂન ફ્રૂટ સોલ્ટ
  • 2 – 1/2 ટી સ્પૂન તેલ, ચઢાવવા અને ચોપડવા માટે

બનાવવાની રીતઃ

  • ફ્રૂટ સોલ્ટ સિવાય બધી જ સામગ્રી 1 કપ પાણી સાથે યોગ્ય રીતે મિક્સ કરી લો.
  • પેનકેક બનાવતાં પહેલાં મિશ્રણ પર ફ્રૂટ સોલ્ટ છાંટવું અને 2 ટી સ્પૂન પાણી ઉપરથી નાખો.
  • જ્યારે ફીણ વળવા લાગે ત્યારે મિશ્રણને ધીમેથી મિક્સ કરો.
  • એક મિની નોન સ્ટિક ઉત્તપા પેનને 1/2 ટી સ્પૂન તેલની મદદથી ચોપડો.
  • ઉત્તપા પેનના દરેક ભાગમાં 2 ટેબલ સ્પૂન મિશ્રણ નાખો અને હળવા હાથે ફેલાવો.
  • 1 ટી સ્પૂન તેલની મદદથી બંને તરફ સોનેરી થાય ત્યાં સુધી પેનકેક શેકો.
  • આ રીત ફરી રિપીટ કરો અને મિની પેનકેક બનાવો.
  • પેનકેકને હેલ્ધી કોકોનટ ચટણી સાથે તરત જ પીરસો.

Related posts

નામ અલગ છે પણ સ્વાદમાં ગજબ છે બનાવીને જુઓ એકવાર આ :- બફવડા

Nawanagar Time

ટ્રેડિશનલ ગુજરાતી વાનગી ખાટા ઢોકળા

Nawanagar Time

આ રીતે 4 વેરાયટી માં બનવો ફ્રૂટ્સમાંથી બનતો ‘જેલી-બેલી મઠો’

Nawanagar Time

Leave a Comment