Nawanagar Time
ગુજરાત જામનગર

ક્ષય નિયંત્રણ કર્મચારીઓની હડતાળ યથાવત

tb-control-employees-strike-unchanged

ગુજરાતમાં ટીબી કર્મચારીઓની હડતાળને કારણે સાત દિવસથી કામગીરી ઠપ

જામનગર:-ક્ષય નિયંત્રણના કર્મચારીઓ પડતર માંગને લઇ હડતાલ શરૂ કરી છે  ભાગરૂપે આ હડતાલ છઠ્ઠા દિવસે કામબંધી સાથે આગળ વધી છે અને પ્રશ્નોને લઇને ગાંધીનગરમાં દેખાવ કરવામાં આવ્યા હતાં. આમ હડતાલના પગલે કામગીરી ઠપ થતાં અનેક સમસ્યાઓ સર્જાવા પામી છે.

ગુજરાત આરએન ટીસીપી કરાબધ્ધ કર્મચારીના સંઘના પ્રમુખ હેમાંશુ પંડયાના જણાવ્યા મુજબ છઠ્ઠા દિવસે ભાવનગરનાં 32 સહિતના ગુજરાતભરના લગભગ 850થી વધુ  પડતર માંગણીઓને લઇને હડતાલ શરૂ કરવામાં આવી છે જે સંપૂર્ણ કામબંધીના નિર્ણય સાથે આગળ વધી છે અને આવેદન અને માહિતી આપવા છતાં ગાંધીનગરમાં આંદોલન કરવા છતાં તંત્ર કે સરકાર તથા સરકારની દિશા નકકી કરતા ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી હલતા સમગ્ર ગુજરાતમાં ટીબી અંગેની તમામ કામગીરીને ઠપ્પ કરી દેવામાં આવી  પરંતુ ક્ષય નિયંત્રણના કર્મચારીઓ આવશ્યક સેવાઓ હેઠળ આવતા હોવાથી આચારસિંહતા દરમિયાન પણ તંત્ર યોગ્ય નિર્ણય લેવા સક્ષમ છે પરંતુ કોઇ નિર્ણય ન લેવામાં આવતા કર્મીઓમાં રોષની લાગણી જન્મી છે.

Related posts

રિલાયન્સ કંપની અંદર પુર ઝડપે દોડતા ડમ્પરે ઠોકર મારતા બાઈક ચાલકનું મોત

Nawanagar Time

લોકો સાવધાની નહીં રાખે તો પરિસ્થિતિ ગંભીર બનશે: કલેકટર

Nawanagar Time

ભાણવડના જામપર ગામના લોકો આજે પણ એસ.ટી.ની સુવિધાથી વંચિત

Nawanagar Time

Leave a Comment