Nawanagar Time
ગુજરાત બિઝનેસ રાજકોટ

જ્વેલરી ખરીદીમાં TCS -GSTની ગણતરીમાં નહીં લેવાય

tcs-gst-does-not-take-into-account-the-jewelery-purchase

કેન્દ્ર સરકારે આપી મુક્તિ : જવેલર્સના ધંધાર્થીઓને રાહત

રાજકોટ:-મોંઘીદાટ કાર કે જવેલરીની ખરીદી સમયે કપાત કરાતા ટીસીએસ (ટેક્સ કલેકશન એટ સોર્સ)ની પણ મૂળ રકમ  કરી લઇ કુલ રકમ પર જીએસટી ગણતરીમાં લેવાતો હતો. જો કે તાજેતરમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખરીદી સમયે કપાત કરાતા ટીસીએસ પર જીએસટી લાગુ પડતો નથી.

જવેલરી, કાર સહિતની ચીજ વસ્તુની ખરીદી પર ટીસીએસ વસુલ કરાય છે. રૂપિયા 10 લાખથી વધુ કિંમતની કાર, રૂપિયા 2 લાખથી વધુની બુલિયન  રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતની જવેલરીની રોકડમાં ખરીદી પર ટીસીએસ કપાત કરાય છે. જોકે થોડા અરસા પહેલા ડિસેમ્બર મહિનાના અરસામા ખરીદી સમયે ટીસીએસ કપાત અને તેના પર જીએસટી વસુલાતને લઇ અર્થઘટનનો મુદો ઉપસ્થિત થયો હતો. વસ્તુની રકમ ઉપરાંત તેના પર ટીસીએસ બાદની કુલ રકમ પર

જીએસટી વસુલાતો હતો. જે  વિરોધ થયો હતો. ટીસીએસની રકમ પર જીએસટીની વસુલાત સામે નારાજગી વ્યક્ત કરાઈ હતી અને રજૂઆતો કરાઈ હતી.

દરમિયાન સીબીઆઈસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ) દ્વારા સ્પષ્ટતા કરાઈ છે. જેમાં જણાવાયું છે કે ખરીદી સમયે વસુલ કરાતા ટીસીએસની રકમ પર જીએસટી લાગુ પડતો નથી. આ સ્પષ્ટતા થકી જવેલર્સ,  સહિત વિવિધ ક્ષેત્રના લોકોને રાહત થશે. સરક્યુલર આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થઇ શકશે.

Related posts

લીમડાલાઇનમાં પેટમાં વાછરડું મરી જતાં ગાય બચાવાઇ

Nawanagar Time

પત્ની લીવ ઇનમાં હોય તો પણ પતિ સાથેના સંબંધનો અંત આવતો નથી: કોર્ટ

Nawanagar Time

ઓનલાઈન વારસાઈ નોંધ પાડવાની પદ્ધતિ ખેડૂતો માટે માથાનો દુ:ખાવો

Nawanagar Time

Leave a Comment