Nawanagar Time
ગુજરાત જામનગર

પરીક્ષા મા થતી ચોરી ઓ ને અટકાવા નવો નિયમ, હવે બોર્ડની પરીક્ષામાં ચોરી-ચપાટી પકડાય તો શિક્ષકની હકાલપટ્ટી..

teachers-expulsion-if-the-board-examinations-are-stolen

બે લાખ સુધીના દંડની જોગવાઈ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આકરો પરિપત્ર કરાતા શિક્ષકોમાં આક્રોશ

જામનગર:-ગુરૂવારથી ધો.10-12 ની બોર્ડની શરૂ થનાર પરિક્ષામાં ચોરી રોકવા  એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. આ વખતે સૌપ્રથમવાર ચોરી માટે શિક્ષકોને જવાબદાર ગણવામાં આવ્યા છે. આથી જો બોર્ડમાં ચોરીની ઘટના બનશે તો શિક્ષણ અને સ્ટાફને દોષિત ગણી રૂા.બે લાખનો દંડ ફટકારવામાં આવશે અને નોકરીમાંથી પાણીચું પકડાવી જેલ સજાની જોગવાઇ કરતો પરીપત્ર પ્રસિધ્ધ કરવામાં આવતા શિક્ષક આલમમાં ખળભળાટ સાથે ભારોભાર  પ્રગટી રહ્યો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની તા.7મીથી શરુ થનારી પરીક્ષામાં ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી ઉઠાડી મુકવાની કે બે વર્ષ સુધી પરીક્ષા નહીં આપવા દેવાની સજા થઇ શકે છે, પરંતુ શિક્ષકો કે સ્કૂલના અન્ય સ્ટાફને ગેરરીતિ કરાવવા બદલ 5 વર્ષની જેલ અને રુ. 2 લાખ સુધીનો દંડ  નોકરીમાંથી બરતફી સુધીની સજા મળી શકે છે. જેનો એક પરિપત્ર બોર્ડ દ્વારા બહાર પડાયો છે.

સમગ્ર ગુજરાતમાં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષા તટસ્થ રીતે વિના ગેરરીતિએ થાય એ માટે શિક્ષણ વિભાગ દ્વારા અનેક પગલાં લેવાઇ રહ્યા છે. ગેરરીતિ અટકાવવા પરીક્ષા હોય એવી તમામ સ્કૂલોમાં સીસીટીવી કેમેરા લગાવાયા છે.  સિવાય વિદ્યાર્થીઓ સાથે

શિક્ષકો કે સ્કૂલના અન્ય કારકુનો સહિતના તમામ સ્ટાફ માટે મોટી સજાની જોગવાઇ કરાઇ હોવાની જાણ એક પરીપત્ર થકી તમામ સ્કૂૂલોને, જિલ્લા કલેક્ટરને, પોલીસ અધિક્ષકને અને જિલ્લા શિક્ષણાધિકારીઓને કરાઇ છે. જેને લઇ શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ચાલી રહી છે. બોર્ડ દ્વારા બહાર પડાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, જો  પણ વ્યક્તિ પરીક્ષામાં ગેરરીતિ કરાવતો પકડાયો તો તેનું પ્રમાણ નક્કી કરી તેને મહત્તમ 5 વર્ષની કેદ અને રુ.2 લાખ સુધીનો દંડ પણ થઇ શકે છે. આ સિવાય ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમની વિવિધ જોગવાઇઓ મુજબ બોર્ડ દ્વારા દોષિત ઠેરવાય તો નોકરીમાંથી બરતરફ સુધીની શિક્ષા થઇ શકે છે. આ પરિપત્રને લઇ  શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. સામાન્ય રીતે અંતરિયાળ વિસ્તારની સ્કૂલોમાં ભારે ગેરરીતિ આચરાતી હોય છે, પરંતુ હવે આ ગેરરીતિ સામે મોટી રોક લાગી શકશે. 650 કેન્દ્ર જોખમી જાહેર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન છેલ્લા વર્ષે બનેલી માસ કોપી કેસની ઘટનાઓ, સ્કૂલ-સેન્ટરના પરિણામમાં અમાન્ય  તેમજ સીસીટીવીમાં પકડાયેલા કેસ સહિતની બાબતોને આધારે 650થી વધુ સંવેદનશિલ અને અતિસંવેદનશિલ કેન્દ્રો નક્કી કરવામા આવ્યા છે.ગત વર્ષના માસ કોપી કેસના કેટલાક કેન્દ્રોને આ વર્ષે બોર્ડે રદ કર્યા છે જ્યારે જે કેન્દ્ર રદ નથી કરી શકાયા તેને અંતિસંવેદનશિલ કેટેગરીમા મુક્યા છે. આ વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં રાજ્યમાં  વધુ સંવેદનશિલ-અતિસંવેદનશિલ બિલ્ડીંગ-કેન્દ્રો નક્કી કરાયા છે.મહત્વનું છે કેઆ વર્ષની બોર્ડ પરીક્ષા 50 માર્કસના એમસીક્યુ સાથે છેલ્લીવાર લેવાનાર છે.એમસીક્યુને લીધે ગ્રામ્યના ઘણા કેન્દ્રોમાં જવાબો લખાવી દેવામા આવે છે અને માસ કોપી સહિતના ગેરેરીતિના કેસો બને છે.

Related posts

ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત, ભૂજમાંથી કબૂતર મળતા હાઇએલર્ટ

Nawanagar Time

ભાણવડના પત્રકારોએ રોષભેર આવેદનપત્ર આપ્યું

Nawanagar Time

જામજોધપુરમાં ઢગાએ સગીરાને અડપલાં કરતાં પોલીસ ફરિયાદ

Nawanagar Time

Leave a Comment