Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લા પંચાયત ચોકમાં શિક્ષકોના ધરણાં

teachers-picketing-in-jamnagar-district-panchayat-chowk

વિદ્યા સહાયકોની સળંગ નોકરી ગણવા બાબતે કોઇ નિર્ણય નહીં આવતાં કર્મચારીઓ લડી લેવાના મૂડમાં: ગાંધીનગર ખાતે પણ કરાશે ધરણાં

જામનગર:-ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજય સરકારમાં વર્ષ 1997થી ફિકસ પગારી શિક્ષકોની સળંગ સિનિયોરીટી ગણવા બાબતે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણયો નહીં આવતાં આજે શિક્ષકોે દ્વારા જામનગર જિલ્લા પંચાયત ચોકમાં ધરણાં કરવામાં આવ્યા હતાં.

રાજયમાં 1997-98 પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ફિકસ પગારમાં વિદ્યાસહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે વિદ્યાસહાયકોને જે પગાર ચૂકવવામાં આવે છે. તેમાં વિદ્યાસહાયકોએ એક સાંધે ત્યાં તેર તુટે જેવી પસ્થિતીમાં પાંચ વર્ષનો સમયગાળો પસાર કરવો પડે છે. પાંચ વર્ષની આ નોકરીને સિનિયોરિટી, બઢતી કે ઉચ્ચતર પગાર ધોરણ ગણવામાં આવેલ નથી. નાણાં વિભાગના તા.18-1-2017ના પત્રથી તા.16-6-2006ના ઠરાવ નિતી અન્વયે ભરતી થયેલા ફિકસ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓની સિનિયોરિટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણતરીમાં લેવાશે તેમ જણાવાયું હતું. તેમ છતાં આજદિન સુધી પ્રાથમિક શિક્ષણમાં જોડાયેલા ફિકસ પગારી શિક્ષકોની સિનિયોરિટી ગણવા બાબતે કોઇ નિર્ણય લેવાયો ન હોય આજે ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતાં. આગામી તા.15 અને 16ના રોજ ગાંધીનગર ખાતે પણ ધરણાં કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

teachers-picketing-in-jamnagar-district-panchayat-chowk
teachers-picketing-in-jamnagar-district-panchayat-chowk

 

teachers-picketing-in-jamnagar-district-panchayat-chowk
teachers-picketing-in-jamnagar-district-panchayat-chowk

 

teachers-picketing-in-jamnagar-district-panchayat-chowk
teachers-picketing-in-jamnagar-district-panchayat-chowk

 

teachers-picketing-in-jamnagar-district-panchayat-chowk
teachers-picketing-in-jamnagar-district-panchayat-chowk

 

Related posts

આદર્શ સ્મશાનમાં 1.11 લાખનું દાન આપતું કાંતાબેન હરિલાલ શામજી ફલિયા ટ્રસ્ટ

Nawanagar Time

જામનગરમાં બાળકીને ઉઠાવી જનાર મહિલા ઝડપાઇ…

Nawanagar Time

જામનગરની વધુ બે હોસ્પિટલમાં માઁ અમૃતમ્ કાર્ડમાં સમાવેશ

Nawanagar Time

Leave a Comment