Nawanagar Time
જામનગર

જામનગરમાં ચાર દિવસમાં તાપમાનમાં પાંચ ડીગ્રીનો ઘટાડોઃ લઘુત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી

jamnagar temprature
જામનગરમાં તાપમાનમાં ઘટાડો થવાનો દોર યથાવત રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડીગ્રીનો ઘટાડો થયો છે. જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી નોંધાયું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જામનગરમાં છેલ્લા ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પ ડીગ્રીનો ઘટાડો થયો છે. સતત ઘટી રહેલા તાપમાનના કારણે લઘુત્તમ તાપમાન ૧૩ ડીગ્રીની અંદર પહોંચી જતા નગરજનોએ રાત્રિથી સવારે ૧૦ વાગ્યા દરમિયાન ઠંડીનો અનુભવ કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

વાતાવરણમાં દિન-પ્રતિદિન વધી રહેલી ઠંડીના પગલે હવે લોકોએ ધીમે-ધીમે સ્વેટર, જેકેટ વિગેરે જેવા ગરમ કપડા પહેરવાનું શરૃ કરી દીધું છે.

જામનગરમાં આજે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૯.ર ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ર.૯ કિ.મી.ની રહેવા પામી હતી.

Related posts

જામનગર ક્રિકેટ બંગલા ગ્રાઉન્ડમાં મ્યુઝિયમ ખડકવાની તૈયારી: ખેલાડીઓમાં રોષ

Nawanagar Time

જોડિયાની સરકારી શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ હોય આચાર્યની સુશોભનની ઉમદા પ્રવૃતિ

Nawanagar Time

હાલારમાં સરકારી-ખાનગી શાળાઓ કવોરેન્ટાઈન જાહેર

Nawanagar Time

Leave a Comment