Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં તાપમાનનો પારો 38 ડિગ્રી

temperatures-in-jamnagar-are-38-degrees

ઉનાળાની શરૂઆતમાં જ સૂર્ય દેવતા આકરા મિજાજમાં

જામનગર:-જામનગરમાં દિન-પ્રતિ દિન સૂર્ય દેવતા પોતાનો પ્રકોપ વધારી રહ્યા છે. ગત સપ્તાહથી મહતમ તાપમાનનો પારો વધતો જાય છે, આજે મહતમ તાપમાન એકા-એક 38 ડિગ્રીએ પહોંચી  છે તો હવામાં ભેજનું પ્રમાણ ઉચું યથાવત રહેતા લોકોએ અત્યંત બફારા સાથે ગરમીનો અહેસાસ કર્યો હતો. ગરમીના કારણે રોગચાળો પણ બેકાબૂ બન્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આજનું લઘુતમ તાપમાન 21.9 ડિગ્રી, મહતમ તાપમાન 38 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 87 ટકા અને પવનની ગતિ 25 થી 30ની પ્રતિ કલાક  પામી છે. અત્રે નોંધનીય છેકે એપ્રિલ મહિનાની શરૂઆતમાંજ સૂર્ય દેવતાએ અગન ગોળા વરસવાના શરૂ કર્યા છે. સવારે 10 વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી સૂર્ય દેવતા પોતાનો પ્રકોપ બતાવી રહ્યા છે. ગરમી અને તાપના કારણે બાળકો, વૃઘ્ધો, પક્ષીઓ અકડાય ઉઠયા છે. આ વર્ષે દર વર્ષ કરતાં શરૂઆત થીજ આકારો તાપ  છે.

Related posts

માળિયા પંથકમાં થયેલી લૂંટનો ફરારી આરોપી જામનગરમાંથી ઝડપાયો

Nawanagar Time

ચાર દિવસથી લાપત્તા બાળકીનો મૃતદેહ મળ્યો

Nawanagar Time

કોરોના સામે બાથ ભીડવા જામનગર આઈએમએ સજ્જ

Nawanagar Time

Leave a Comment