Nawanagar Time
ગુજરાત જામનગર

જામજોધપુરના સખપુર-વસંતપુર ગામે જુગાર રમતા દસ ઝડપાયા

ten-of-the-gamblers-playing-in-sakhpur-vasantpur-village-of-jamjodhpur

જામનગરમાં નામચીન શખ્સને વર્લીના આંકડા લેતા આંતરી લેતી એલસીબી

જામનગર:-જામજોધપુર તાલુકાના સખપુર ગામે શેઠ વડાળા પોલીસે દરોડો પાડી જાહેરમાં બાવળની જાળી નીચે તથા  વસંતપુર ગામે જાહેરમાં તીન પતિનો જુગાર રમતા દસ શખ્સોને આંતરી લેવામાં આવ્યા હતા. પોલીસે તમામના કબ્જામાંથી રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. જ્યારે જામનગરમાં નામચીન શખ્સને  વર્લી મટકાના આંકડા લઈ જુગાર રમાડતા શખ્સને એલસીબીએ આંતરી લીધો છે.  જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ દફ્તરની હદમાં આવતા જામ સખપુર ગામે સ્થાનિક પોલીસે જુગાર સંબંધિત દરોડો પાડ્યો હતો. જેમાં આમદભાઇ નુરમામદભાઇ ઘોઘા, ફારૂકભાઇ ઇસ્માઇલભાઇ ઘોઘા, મામદભાઇ કાસમભાઇ ઘોઘા, ઉકાભાઇ અલીભાઇ ધોધા, વલીભાઇ તારમામદભાઇ ધોઘા, રહે.બધા સખપુર વાળા શખ્સોને બાવળની જાળી નીચેથી તીન પત્તિનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલોસે તમામના કબ્જામાંથી રૂપિયા 2700ની રોકડ કાજે કરી, જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધી ધરપકડ કરી હતી. જ્યારે જામજોધપુર પોલીસે તાલુકાના વસંતપુર ગામે દરોડો પાડી પાણીના ટાંકાનું બાજુની વંડી નીચે જુગાર રમતા ગોવીંદભાઇ નાથાભાઇ વારસકીયા,  કિશોરભાઇ માધાભાઇ કટારીયા,  મહેશભાઇ દેવાભાઇ ખાણીયા, છગનભાઇ કચરાભાઇ કણસાગરા,  મનુભાઇ કારાભાઇ ખાણીયા નામના શખ્સોને રૂપિયા દસ હજાર ઉપરાંતની રોકડ સાથે જુગાર રમતા આંતરી લીધા હતા. જ્યારે જામનગર એલસીબી પોલીસે વધુ એક વખત શહેરના નામચીન કિશોર ઉર્ફે જીગરિયો મથુરાદાસ દાવડા નામના શખ્સને વર્લી મટકાના જુગાર રમતો રમાડતો પકડી પાડ્યો છે. પોલીસે આ શખ્સ પાસેથી રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.

Related posts

જામનગર RTOમાં હજુ પણ દલાલરાજ, જાહેરનામું અધિકારીની મજાક સમાન

Nawanagar Time

સેતાવાડમાં ભાડાના મકાનમાં ચાલતો ક્રિકેટનો ડબ્બો પકડાયો

Nawanagar Time

જામખંભાળિયામાં તહેવારો ટાંકણે જ ખાનગી બેંકોના એેટીએમ ખાલીખમ

Nawanagar Time

Leave a Comment