Nawanagar Time
ગુજરાત જામનગર

અહેમદ પટેલને મત આપવા ધારાસભ્યોને ધમકાવ્યા હોવાની હકુભાની જુબાની

testimony-of-hrudha-for-threatening-mlas-to-vote-ahmed-patel

રાજ્યસભાની ચૂંટણી સમયે મત મામલે થયેલી બબાલમાં હાઈકોર્ટમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહનનું એફિડેવીટ

જામનગર:-રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને મત આપવા માટે કોંગી ધારાસભ્યોને રીતસર ધમકાવી પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવા ચિમકી આપવામાં આવી હોવાનું જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ હાઈકોર્ટમાં  કરી જુબાની આપતાં ચકચાર જાગી છે.

જાણવા મળતી વિગતો મુજબ, રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલને મત આપવા માટે કોંગ્રેસ દ્વારા વ્હીપ આપી ધારાસભ્યોને ધમકી આપવામાં આવી હતી કે, જો તેઓ મત નહીં આપે તો તેમને પક્ષાંતર ધારા હેઠળ 6 વર્ષ માટે ચૂંટણી લડવામાંથી બરતરફ કરવામાં આવશે. તેવી હકીકત આજે હાઇકોર્ટ  હાજર રહેલા જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોતાની જુબાનીમાં દોહરાવ્યું હતું.

રાજ્યસભામાં ભાજપા તરફે ઉમેદવારી કરનાર બળવંતસિંહ રાજપૂતે તેમના પ્રતિસ્પર્ધી અહેમદ પટેલની જીતને પડકારતી કરેલી રિટમાં જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, એફિડેવિટ સાથે તેમણે જે હકીકત વર્ણવી છે તે સત્ય છે. તેમણે જણાવ્યું  2017માં રાજ્યસભાની ખાલી પડેલી બેઠક પર કોંગ્રેસ દ્વારા ઉમેદવાર તરીકે અહેમદ પટેલનું નામ જાહેર કરવામાં આવતાં જ તેનો વિરોધ ઉભો થયો હતો.

Related posts

ધ્રોલ તાલુકામાં ગ્રામ પંચાયતના વીસીઈની હડતાલ સમેટાઈ: રજિસ્ટ્રેશન કામગીરી શરૂ

Nawanagar Time

જામનગરના મહિલા ઍથ્લિટ જાપાનમાં ડંકો વગાડશે

Nawanagar Time

જામનગર જિલ્લાના માર્કેટીંગ યાર્ડ લૉકડાઉન સુધી બંધ જ રહેશે

Nawanagar Time

Leave a Comment