Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

સવારે 4:15 વાગ્યે રીલિઝ થશે ‘ઠાકરે’

thackeray-will-be-released-at-415-am

બોલિવુડના ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે જ્યારે કોઈ ફિલ્મને વહેલી સવારે 4:15 વાગ્યે રીલિઝ કરવામાં આવશે. શિવસેનાના સંસ્થાપક બાલ ઠાકરેના જીવન પર બનેલી ફિલ્મ ‘ઠાકરે’ 25 જાન્યુઆરીના રોજ સવારે 4:15 વાગ્યે રીલિઝ કરવામાં આવશે. ફિલ્મના અનાઉન્સમેન્ટથી લઇને અત્યાર સુધી આ ફિલ્મ ચર્ચા માટે લોકોનો હોટ ટોપિક બનેલી છે. ‘ઠાકરે’ માં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી બાલસાહેબ ઠાકરેની ભૂમિકા ભજવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીની રચના કરનાર બાલ ઠાકરેએ તેમની ઓળખ એક કઠોર નેતાની બનાવી છે. નવાઝુદ્દીન સિદ્દીકીએ આ કેરેક્ટરને અદભૂત રીતે પડદા પર લાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયા બાદ લોકો આ ફિલ્મ જોવા માટે ખૂબ એક્સાઇટેડ લાગી રહ્યા છે તેથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ ફિલ્મને સારું ઓપનિંગ કલેક્શન મળી શકે છે.

મીડિઆ રિપોર્ટ્સ અનુસાર IMAX  વડાલામાં માં ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનો રીલિઝ ટાઇમ સવારે 4:15 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ થિયેટરના માલિકે જણાવ્યું, ‘બાલ ઠાકરને લઇનને લોકોના મનમાં અલગ-અલગ પ્રકારના સવાલ છે. બાલ ઠાકરેના ઉદયની વાર્તા જોવા લોકો ઉત્સાહિત છે. લોકો તેમના વિશે જાણવા માંગે છે, તેથી આ ફિલ્મની મહારાષ્ટ્રમાં ઘણી માંગ હોવાથી વહેલી સવારની ફિલ્મની રીલિઝ રાખવામાં આવી છે.’

Related posts

પહેલી ઍક્શન ફિલ્મને લઈને ઉત્સાહિત થયો કાર્તિક

Nawanagar Time

ટીવી પર ટુંક સમયમાં ફરી સંભળાશે દેવીયો ઔર સજ્જનો…

Nawanagar Time

નવરાત્રિમાં ગરબે રમવાની છૂટ મળે તેવી શક્યતા

Nawanagar Time

Leave a Comment