Nawanagar Time
અજબ-ગજબ

13 વર્ષનો આ ભારતીય બાળક ચલાવી રહ્યો છે,પોતાની સોફ્ટવેર કંપની…

the-13-year-old-indian-child-is-running-his-own-software-company

દુબઈમાં 13 વર્ષનો એક ભારતીય છોકરો સોફ્ટવેર કંપનીનો માલિક છે. વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે. પરંતુ વાત બિલકુલ સાચી છે. જે ઉમરમાં બાળકો રમતા પણ સરખુ શીખ્યાં હોય તે ઉમરમાં આદિત્યન રાજેશ એક સોફ્ટવેર કંપની ચલાવે છે. આશ્ચર્યજનક વાત છે કે ફક્ત 9 વર્ષની ઉંમરે આદિત્યનએ પોતાની પ્રથમ મોબાઇલ એપ્લિકેશન બનાવી હતી. ચાર વર્ષ પહેલા માત્ર નવ વર્ષની ઉંમરે પ્રથમ મોબાઇલ એપ્લિકેશન બનાવનાર એક ભારતીય બાળક હવે 13 વર્ષની ઉંમરે દુબઇમાં એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીનો માલિક બની ગયો છે. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ, કેરળના વિદ્યાર્થી આદિત્યન રાજેશે માત્ર પાંચ વર્ષની ઉમરે કમ્પ્યુટરનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.

કેરળનો રહેસાવી છે આ બાળક:-

ટેકનીકનાં આ જાદુગરે 13 વર્ષની ઉંમરે પોતાની કંપની ‘ટ્રિનેટ સોલ્યુશન્સ’ ની શરૂઆત કરી છે. આદિત્યને દુબઇના અંગ્રેજી દૈનિકને કહ્યું હતું કે ‘મારો જન્મ કેરેળનાં થિરુવીલામાં થયો હતો અને જ્યારે હું પાંચ વર્ષનો હતો ત્યારે મારો પરિવાર અહીં આવ્યો હતો. પ્રથમ વખત મારા પિતાજીએ મને બીબીસી ટાઇપિંગ દેખાડી હતી. એ બાળકો માટે એક વેબસાઇટ છે જ્યાં નાના બાળકો ટાઈપિંગ શીખી શકે છે. ” તેમણે આગળ કહ્યું કે ‘ટ્રિનેટ સોલ્યુશન્સ’ માં 3 કારીગર છે, જે મારા સ્કુલનાં મિત્રો છે.

આવી રીતે કરે છે સેવા:-

આદિત્યન કહે છે કે, ‘ મારે એક સ્થાપિત કંપનીનો માલિક બનવા માટે 18 વર્ષની ઉંમર પાર કરવી પડશે. જોકે અમે અત્યારથી જ એક કંપનીનું કરવાનું શરૂ કર્યું છે. અમે અત્યાર સુધી 12થી વધુ ક્લાયન્ટ્સ માટે કામ કર્યું છે. અમે તેમને અમારી ડિઝાઇન અને કોડિંગ સેવા સંપૂર્ણ રીતે મફતમાં આપી છે.

Related posts

વૈશ્ર્વિક મહામારી સામે લડતી તાઈવાનની મહિલાઓ

Nawanagar Time

આ છે ભારતનો એકમાત્ર સળગતો જ્વાળામુખી,કે જે હજુ પણ સતત લાવાને બાહર ફેકે છે.

Nawanagar Time

સાચુ કે ખોટુ તપાસવાની આ કેવી અનોખી કુપ્રથા છે!!!,વધુ જાણવા ક્લિક કરો…

Nawanagar Time

Leave a Comment