Nawanagar Time
જામનગર

વાહ રે પોલીસ : સગીરાના અપહરણ-દુષ્કર્મ કરીને નાસેલો આરોપી નવ વર્ષે પકડાયો..

જામનગરના મોખાણા ગામમાં નવ વર્ષ પહેલા એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં પોલીસને હાથતાળી આપી નાસી ગયેલા આરોપીને પોલીસે સુરતના વરાછામાંથી પકડી પાડી રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

જામનગર તાલુકાના મોખાણા ગામની સીમમાંથી વર્ષ ૨૦૦૯માં એક તેર વર્ષની સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવાનો ગુન્હો નોંધાયો હતો જેમાં કાલાવડ તાલુકાના લલોઈ ગામના ચંદુ રવજી સાડમિયા નામના દેવીપૂજક શખ્સની સંડોવણી ખૂલી હતી.

ત્યાર પછી આ શખ્સ પોલીસને હાથતાળી આપી નાસતો-ફરતો હતો. ઉપરોકત આરોપી સુરતના વરાછા વિસ્તારમાં હાલમાં વસવાટ કરતો હોવાની બાતમી નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવાની મળેલી ગૃહમંત્રાલયની સૂચનાના પગલે વોચમાં રહેલા પંચકોશી-બી ડિવિઝનના પીએસઆઈ એમ.આર. વાળા તથા સ્ટાફને મળતા પોલીસ કાફલો સુરત ધસી ગયો હતો. ત્યાંથી ઉપરોકત આરોપીને વોચ ગોઠવી પોલીસે પકડી પાડયો છે તેને જામનગર લાવી આ શખ્સ તે સગીરાને ક્યા ક્યા સ્થળે લઈ ગયો હતો? વગેરે અનુત્તર પ્રશ્નોના ઉત્તર મેળવવા આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related posts

નવી ઈમારતમાં શિફ્ટ થાય એ પહેલા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં સ્ટાફ ફાળવવો અનિવાર્ય

Nawanagar Time

કોરોનાનો હાહાકાર: જામનગરમાં 24 કલાકમાં 15 મોત

Nawanagar Time

પાકવીમાં મુદ્દે ખેડૂતો પોલીસમથકે દોડ્યા, ધરતીપુત્રો લડી લેવાના મૂડમાં

Nawanagar Time

Leave a Comment