Nawanagar Time
ગુજરાત જામનગર

આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

the-administration-of-the-anganwadis-will-now-be-online

જામનગર સહીત રાજ્યભરમાં આંગણવાડી સંચાલનમાં લોલમલોલ બંધ કરવા સરકારનું પગલું

જામનગર:-જામનગર સહિત રાજ્યભરમાં ચાલતી પ3 હજાર આંગણવાડીઓ હવે ઓનલાઇન કરવાનો નિર્ણય હવે સરકારે લઈ  છે આંગણવાડીઓનાં વહીવટમાં વ્યાપક માત્રામાં ગોલમાલ ચાલવાની ફરિયાદોના પગલે હવે તમામ જિલ્લાની આંગણવાડીઓનો વહીવટ ઓનલાઇન થશે.

આંગણવાડીઓ સીધી લીટીમાં ચાલે તે માટે હવે આંગણવાડીઓમાં આઇ પોષણ સોફ્ટવેર સાથે ઇન્ટેલિજન્સ પેમેન્ટ ગેટવે અને સુપરવિઝન સિસ્ટમ લગાવવામાં આવશે. આ સિસ્ટમ લગાવવાના કારણે આંગણવાડીના રજિસ્ટર ઓનલાઇન થઇ જશે. સાથે આંગણવાડીએ કરવાના થતાં  પણ ઓનલાઇન થશે અને જિલ્લાની દરેક આંગણવાડીનું સીધું સુપરવિઝન સરકાર કરશે. આયોજના માટે 3થી વધુ કરોડની જોગવાઇ બજેટમાં કરાઇ છે.

આંગણવાડીઓમાં કાર્યકર દ્વારા રજિસ્ટર નિભાવવામાં આવે છે. તેના બદલે હવે આઇ પોષણ સોફ્ટવેર કાર્યરત કરી દેવાશે. ઉપરાંત ઇન્ટેલિજન્સ પેમેન્ટ ગેટવે અને સુપરવિઝન સિસ્ટમ લગાડી દેવામાં આવશે. સિસ્ટમ કાર્યરત થવાના  સંબંધિત દરેક આંગણવાડીનાં હિસાબ કિતાબનું ઓનલાઇન સુપરવિઝન થઇ શકશે અને કર્મચારીઓના પગાર તથા અન્ય ખર્ચની ચૂકવણી પણ ઓનલાઇ થઇ જશે. આંગણવાડી સંચાલિકાઓને બાળકોને ભોજન આપવા માટેનું રેશન તો સરકાર દ્વારા મળે છે, પરંતુ મરી મસાલા અને અન્ય ખર્ચનું ક્ધટીજન્સી બિલ અલગથી આપવામાં આવે છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં આવેલ પ3 હજાર  લાખોની સંખ્યામાં બાળકો રમત સાથે ભણી રહ્યાં છે, ત્યારે સરકાર દ્વારા પહેલી વખત રાજ્યની તમામ આંગણવાડીનાં બાળકોને બે જોડી યુનિફોર્મ આપવામાં આવશે.

Related posts

હવે દરિયા નું પણી બનશે મીઠુ..જોડિયામાં મીઠાં પાણી માટે ત્યાર થય રહ્યો છે પ્લાન્ટ..

Nawanagar Time

ગુજરાતના ખેડૂતો માટે રૂ. 2600 કરોડ પાકવીમો મંજૂર: વિજયભાઇ રૂપાણી

Nawanagar Time

પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખતું જામનગરનું લોટસ ગ્રુપ

Nawanagar Time

Leave a Comment