Nawanagar Time
ગુજરાત જામનગર

દારૂ બંધી છે કે મજાક !? જામનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો..

in-the-jamnagar-residential-house-the-amount-of-foreign-liquor-was-seized

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં દરોડો રૂ.10,500નો દારૂનો જથ્થો કબજે

જામનગર:-જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ગરબી ચોક પાસે પોલીસે એક મકાનમાં દરોડો પાડી અંદરથી રૂ.10,500ની કિંમતની ઇંગ્લીશ દારૂની 21 બોટલનો જથ્થો પકડી પાડયો હતો.જયારે દરોડા દરમ્યાન મકાન ધારક નાશી છુટયાનુ ખુલતા પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

શહેરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં ગરબી  પાસે એક મકાનમાં ઇંગ્લીશ દારૂનો સંગ્રહ કરાયો હોવાની બાતમીના આધારે સીટી એ ડીવીઝન પોલીસે મંગળવારે મોડી સાંજે અરવિંદ તુલશીભાઇ માવના કબજાના મકાનમાં દરોડો પાડયો હતો.આ દરોડા દરમ્યાન અંદરથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની 21 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ.10,500ની કિંમતના ઇંગ્લીશ દારૂનો જથ્થો કબજે કરી મકાનધારક  માવ સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.આ દરોડા દરમિયાન મકાનધારક ભાગી છુટયાનુ ખુલતા પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.પોલીસે ફરાર આરોપીને સંકજામાં લેવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

જામનગરમાં પેરોલ પર છૂટેલો આરોપી શરાબ ભરેલી કાર સાથે પકડાયો

Nawanagar Time

ખંભાળિયાના ઓવરફલો સિંહણ ડેમનો આહ્લાદક નજારો

Nawanagar Time

લીમડાલાઇનમાં પેટમાં વાછરડું મરી જતાં ગાય બચાવાઇ

Nawanagar Time

Leave a Comment