Nawanagar Time
ગુજરાત જામનગર

મિલકત વેરાના તફાવતની રકમના બિલ જ નથી બન્યા…!!!

the-amount-of-property-tax-difference-bill-is-not-the-only

જામ્યુકોની કરોડરજ્જુ સમાન વિભાગની ઘોરબેદરકારીની ટીકા કરતુ ઓડિટ

જામનગર:-દર વર્ષે રૂપિયા 300 કરોડ જેટલી આવકનો મુખ્ય આધાર ગણાય તેવા મીલકત વેરા વિભાગ દ્વારા ઘોર બેદરકારી રખાતી હોવાથી ઓડીટ વિભાગે ટીકા કરી છે. આ  અનેક અનિયમીતતાઓ વચ્ચે તફાવતની રકમના બીલ જ બનતા નથી તેવા ઓડીટ પેરા નીકળ્યો છે જોકે તેની કોઇ પુર્તતાની પણ દરકાર કરવામાં આવી નથી.

સામાન્ય રીતે દર વર્ષે અઢી હજાર જેટલી મીલકતોના નોંધાવીને કે નોંધાયા વગર રીનોવેશન અને અપગ્રેડેશન થતા હોય છે, જેમાં આસામીઓ મીલકતનો ભાગ વધારતા જતા હોય છે,  મીલકત ટ્રાન્સફર થાય તે વખતે પણ સુધારા વધારા થતા હોય છે, તેમજ જ્યારે નવી મીલકત કોઇ ખરીદાય-વેચાય ત્યારે પણ તેમાં સુધારા વધારા થતા હોય છે આ ઉપરાંત વિકાસ પરવાનગી લેવાયા બાદ જ્યારે ખાસ કરીને કોમર્શીયલ કે ઇન્ડસ્ટ્રીયલ મીલકતનો વપરાશ 213 થાય ત્યારે તેમાં પણ વધારો થતો જ રહેતો હોય

ત્યારે એક લાખ વીસ હજારથી વધુ નોંધાયેલી મીલકતમાં એક તરફ જે વધારો નોંધાયેલો કે વણ નોંધાયેલો થાય છે અને એક મીલકત રેકર્ડ ઉપર ચઢતી નથી તે અંગે સનસનીખેજ વિગતો જેમ ઓડીટમાં બહાર આવી અને અનેક વિભાગો તે સુપેરે જાણે છે તેમ આવા મીલકતના વધારા વેરાની આકારણીમાં ચઢતા નથી તેવા  કિસ્સાઓ રેકર્ડ ઉપર છે અથવા તો રેકર્ડ ઉપર અનેક કારણોસર લેવાયા નથી માટે મીલકત વેરાના તફાવતની રકમની ઇન્વોઇસ બનતી નથી વર્ષે અઢી હજારથી વધુ આવા ફેરફારવાળી મીલકત ગણાય તો પણ છેલ્લા એક દાયકામાં 25 હજાર મીલકત થઇ જાય અને માત્ર વાર્ષિક માત્ર રૂપિયા 1000નો તફાવત ગણવામાં આવે તો તમામ  એક પ્રાથમિક અંદાજ મુજબ અઢી કરોડની રકમની વાર્ષિક ખોટ ચોખ્ખી ગણી શકાય. ડીફરન્સની એમાઉન્ટ અંગે મીલકતવેરા વિભાગની જરા પણ દરકાર ન હોવા અંગે દરેક ઓડીટ રીપોર્ટમાં નોંધ છે, જેના ઓડીટ રીપોર્ટમાં પેરા નોંધાય છે અને એ તમામ ઓડીટ પેરાની પુર્તતા કરાઇ નથી તેનીપણ નોંધ કરવામાં આવી છે. તેમ છતાં  બાબતે ગંભીરતા લેવાઇ નથી. ખાસ કરીને રિનોવેશન પરવાનગી આપ્યા બાદ તે અંગેનું પુરતુ રેકર્ડ ટેકસ શાખામાં મોકલાતુ પણ નથી અને જે મોકલાય છે કે ઉપલબ્ધ છે તેના ઉપર નિયમીત કાર્યવાહી થતી નથી.

અધૂરા સરનામા-બિલ પરત આવે – અમુક તો ચોપડે જ નથી – ‘કોમર્શિયલ’માં વધુ ‘ખેલ’

મીલકત વેરાની સંખ્યાબંધ  અધુરા સરનામાને કારણે પરત આવે છે વરસોથી વિભાગ કામ કરતુ હોય છતાં આવુ અવિરત બને છે, અમુક મીલકત તો ચોપડે પણ ચઢતી નથી ખાસ કરીને કોમર્શીયલમાં આવુ વધુ થાય છે. રહેણાંકમાં સંખ્યાબંધ કોમર્શીયલ મીલકત ઉભી થઇ હોય તેના તફાવતની ટેકસની રકમના બદલે રહેણાકના જ બીલ ક્ધટીન્યુ રાખી જામ્યુકોની તિજોરીને  ગાબડા પાડવાનું સુયોજીત કારસ્તાન નવી બાબત નથી.

Related posts

જામનગરના વકીલનું ઓફિસમાં જ હૃદયરોગનો હુમલો આવતાં મોત

Nawanagar Time

જામનગરમાં કેરીના 14 ગોડાઉનમાં ફૂડ શાખાનું ચેકીંગ

Nawanagar Time

થય રહ્યાં છે મોટા ખુલાસા.. ! શકિતસિંહે મારૂ મતપત્રક ખેંચવા પ્રયાસ કર્યો હતો: રાઘવજી પટેલ

Nawanagar Time

Leave a Comment