Nawanagar Time
નેશનલ

માર્ચના પ્રથમ સપ્તાહમાં થશે લોકસભાની ચૂંટણીની તારીખનું એલાન

ગુજરાતમાં 28, 30 અથવા 3 મેના રોજ યોજાઈ શકે છે ચૂંટણી: કુલ 8 થી 9 રાઉન્ડમાં થશે ચૂંટણી

નવી દિલ્હી:-ચૂંટણી પંચે સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત 7  માર્ચના રોજ કરે તેવી શક્યતા છે. ચૂંટણી પાંચ હાલ આ અંગે સંપૂર્ણ તૈયારી કરી  રહ્યું છે અને 7 તારીખના રોજ એક પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર પરીક્ષાના ટાઈમ ટેબલને કારણે તારીખમાં એક બે દિવસ આગળ પાછળ થઇ શકે તેવી સંભાવના પણ વુયક્ત થઇ રહી છે.

આ વખતની લોક સભાની ચૂંટણી પણ 8થી 9 રાઉન્ડમાં થશે.તમામ પોલિટિકલ પાર્ટીઓની નજર ઉત્તર પ્રદેશ પર છે ત્યારે ત્યાં કુલ 7 થી 8 રાઉન્ડમાં ચૂંટણી થાય તેવી શકયતા છે અને પેહેલા બે રાઉન્ડ એપ્રિલના પ્રથમ સપ્તાહ પેહેલા પુરા કરી નાંખવામાં આવશે તેવી વાત પણ સૂત્રો તરફથી જાણવા મળે છે. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં ચૂંટણીની તારીખ 26, 30 એપ્રિલ અથવા 3 મેં અનુકૂળ હોવાનો એક રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

the-announcement-of-the-date-of-the-lok-sabha-election-will-be-held-in-the-first-week-of-march
the-announcement-of-the-date-of-the-lok-sabha-election-will-be-held-in-the-first-week-of-march

દરમિયાન ચૂંટણી પંચ  દ્વારા તમામ તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાની શરૂઆત કરી દીધી છે. જેના ભાગરુપૂ પંચે રાજ્યોને દરેક પરિસ્થિતીમાં 28 ફેબ્રુઆરી સુધીમાં તમામ સરકારી કામો પુર્ણ કરવા અને ખાસ કરીને બદલીની પ્રક્રિયાને પુર્ણ કરી લેવા માટે જણાવ્યું છે. તમામ રાજ્યોનાં ચીફ સેક્રેટરીને પત્ર મોકલીને કહેવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી બાદ કોઇ ટ્રાન્સફર નહી થાય. અંતિમ સમયે થનારી બદલીઓની માહિતી પંચને આપવામાં આવશે. પંચને સંકેત આપ્યો કે માર્ચનાં પહેલા અઠવાડીયામાં ચૂંટણીની તારીખો જાહેર થઇ શકે છે. ચૂંટણી અપ્રીલ-મે મહિનામાં શક્ય છે. 3 જુન પહેલા નવી લોકસભાની રચના કરવાની છે. પંચે તમામ રાજ્યોને 15 ફેબ્રુઆરી સુધીમાં 10 પોઇન્ટ પર જવાબ રજુ કરવા માટે કહ્યું છે, જેના કારણે તૈયારી અંગે માહિતી મળી શકે.

સુત્રો અનુસાર પંચે સામાન્ય ચૂંટણી સાથે જોડાયેલી તૈયારીઓ કરી લીધી છે. હવે સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તેના માટે ગૃહ મંત્રાલય સાથે એક વાતચીત કરવામાં આવી છે. ક્યાં કેટલા અર્ધસૈનિક દળો જોઇએ તે નિશ્ચિત કર્યા બાદ જ ખ્યાલ આવશે કે કેટલા તબક્કામાં ક્યાં અને ત્યારે ચૂંટણી આયોજીત કરવામાં આવશે. ફેબ્રુઆરીનાં બીજા અઠવાડીયામાં ગૃહમંત્રાલયની બેઠકમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.

સામાન્ય ચૂંટણી સાથે 12 જેટલા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે. નિશ્ચિત કાર્યક્રમ અનુસાર લોકસભા ચૂંટણી સાથે ચાર રાજ્યસભાઓનો કાર્યકાળ પુર્ણ થાય છે ત્યાં વિધાનસભા ચૂંટણી પણ કરાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે અગાઉ જ સંકેત અપાયા હતા. ભાજપ એવી યોજના છે કે જે રાજ્યોમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી થવાની છે ત્યાં લોકસભાની સાથે જ ચૂંટણી કરાવવામાં આવે. તેની પાછળ ભાજપની પોતાની રણનીતિ પણ છે.

Related posts

બિટકોઈનનો કરી શકાશે બિંદાસ્ત ઉપયોગ: સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચૂકાદો

Nawanagar Time

મેડીકલેમ વીમો બદલવા માટે મેડીકલ ટેસ્ટ કરાવવો જરૂરી નથી

Nawanagar Time

સાનિયા મિર્ઝાની બાયોપિક માટે તૈયારીઓ શરૂ

Nawanagar Time

Leave a Comment