Nawanagar Time
ગુજરાત જામનગર

એપીએલ રેશનકાર્ડ ધારકોને દર માસે ચાર લીટર કેરોસીન અપાશે

the-apl-ration-card-holders-will-get-four-liters-of-kerosene-each-month

હોબાળા બાદ રાજ્ય સરકારનો નિર્ણય: આઠ મહાનગરો સિવાયના વિસ્તારોના એપીએલ કાર્ડધારકોને મળશે લાભ

જામનગર:-મોદી સરકારની ઉજ્જવલા યોજના અંતર્ગત તમામ જરૂરિયાતમંદ પરિવારોને ગેસ કનેકશન આપવામાં આવી રહ્યા છે. આ યોજનાનો બીજો તબકકો શરૂ થયો છે. ત્યારે આ યોજનાનો વધારેમાં વધારે પરિવારો લાભ લે તે માટે રાજ્ય સરકારે 1લી જાન્યુઆરીથી તમામ એપીએલ રેશન કાર્ડધારકોને અપાતુ કેરોસીન બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, રાજ્યભરમાં અનેક એપીએલ કાર્ડધારકો પાસે ગેસ કનેકશન હોય અને કેરોસીન બંધ કરી દેવાતા ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જે બાદ રાજ્ય સરકારે એપીએલ કાર્ડધારકોને ચાર લીટર કેરોસીન ચાલુ માસથી આપવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના ગેસ જોડાણ વિનાના એબોવ પોવર્ટી લાઇન (એપીએલ) પરિવારોને ફેબ્રુઆરી 2019થી રેશનકાર્ડ દીઠ 4 લીટર સબસિડાઇઝ્ડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી ગુજરાતના 47 લાખ પરિવારોને લાભ મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લોકપ્રતિનિધિઓ, વિવિધ સંગઠનો, જરૂરિયાતમંદ વર્ગો દ્વારા આ કેરોસીનનો જથ્થો જે રાજ્યના જિલ્લા મથકોએ 1 ડિસેમ્બર 2018થી અને અન્ય વિસ્તારોમાં 1 જાન્યુઆરી 2019થી બંધ કરાયો હતો તે પુન: સરળતાથી મળી રહે તેના માટે અનેક રજૂઆત કરવામાં આવી હતી. જેના પ્રતિસાદના ભાગરૂપે 1 ફેબ્રુઆરીથી 8 મહાનગર પાલિકા વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં કાર્ડ દીઠ મહત્તમ 4 લીટર કેરોસીન એપીએલ રેશન કાર્ડ ધારકોને આપવા નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત ગેસજોડાણ આપી કેરોસીન બંધ કરી દેવામાં આવ્યું છે.1લી જાન્યુઆરીથી એપીએલ ધારકોને કેરોસીન વિતરણ બંધ કરી દેવાયું છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 197102 જેટલા રાશનકાર્ડધારકો પુરવઠા વિભાગના ચોપડે નોંધાયેલા છે.જે પૈકીના 86964 પરિવારોને જ હજું ગેસજોડાણ અપાયા છે.ત્યારે 110138 પરિવારોને ગેસજોડાણ નથી મળ્યા છતા પણ કેરોસીન બંધ કરી દેવાતા ગ્રામ્ય વિસ્તારોમાં ગૃહિણીઓનેતંત્રના પાપે નાછુટકે લાકડા બાળીને રસોઇ બનાવવાની આફત આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 197102 રાશનકાર્ડ ધારકો પુરવઠા વિભાગના ચોપડે બોલી રહ્યા છે.જે પૈકીના 17525 બીપીએલધારકો અને 6415 અંત્યોદયધારકો નોંધાયેલા છે.જ્યારે 171316 એપીએલ કાર્ડધારકો નોંધાયેલા છે.જિલ્લામાં 1લી જાન્યુઆરીથી પુરવઠા વિભાગ દ્વારા કેરોસીન બંધ કરી દેવામાં આવ્યું છે.કેરોસીન બંધ કરી હજુ સુધી માત્ર 86964 રાશનકાર્ડ ધારકોને જ ગેસજોડાણ મળ્યા છે.જ્યારે 84,352 પરિવારોને ગેસજોડાણ મળે તે પુર્વે જ કેરોસીન બંધ કરી દેવાતા ગ્રામ્ય પંથકનાં પરિવારોની ગૃહિણીઓને બળતણ બાળીને રસોઇ કરવી પડી રહી છે. જોકે, રાજ્ય સરકારે એપીએલ કાર્ડધારકોને ચાલુ માસથી ચાર લીટર કેરોસીન આપવાનો નિર્ણય કરતા આવા પરિવારોને રાહત મળી છે.

 

Related posts

આમાં ઑનલાઈન ચૂકવણાં કેમ કરવા? જામનગરના ગ્રાહકના 20 હજાર ’ગ્યા

Nawanagar Time

હાલાર પંથકમાં જમીન માપણીના ગોટાળાથી ખેડૂતો ત્રાહિમામ્

Nawanagar Time

જામનગરમાં બે દિવસમાં કોરોનાના એક ડઝન કેસ

Nawanagar Time

Leave a Comment