Nawanagar Time
ગુજરાત જામનગર

વર્ષે રૂા.700 કરોડનો વ્યવહાર કરતા કોર્પોરેશનનું ‘બેલેન્સ શીટ’ રજૂ જ થતું નથી

the-balance-sheet-of-the-corporation-does-not-appear-in-the-transaction-of-rs-700-crore-annually

નાણાંકિય વ્યવહારની જળવાતી ન હોવા છતાં કોઇના પેટનું પાણી હલતું નથી-કોઇ પૂછવાવાળુ નથી

જામનગર:-વર્ષે રૂપિયા 700 કરોડનો વ્યવહાર કરતાં કોર્પોરેશનનું બેલેન્સ શીટ દર વર્ષે ઓડીટમાં રજૂ થતું નથી તેવી ચોંકાવનારી બાબત બહાર આવી છે. નાણાંકીય વ્યવહારની કોઇ પારદર્શિતા જળવાતી ન હોવા છતાં કોઇના પેટનું પાણી હલતું નથી કોઇ પુછવા વાળું

છેલ્લા ઓડીટ રિપોર્ટમાં ઓડીટ વિભાગે ઓડીટ પેરા કાઢયો છે કે એકાઉન્ટ વિભાગે બેલેન્સ શીટ રજૂ કર્યુ નથી એટલું જ નહીં માંગવા છતા પણ રજૂ કર્યુ નથી.

માથાદીઠ સાડા ચાર હજાર રૂપિયા આવક અને સાત હજાર ત્રણસો દેવા સાથેનું સમગ્ર તંત્ર પ્રજાને ઘ્યાનમાં પણ નહિં હોય અને વર્ષે રૂપિયા 300  ગ્રાન્ટની આવક, રૂપિયા 300 કરોડ જેવી વેરાઓની આવક, અન્ય વસુલાત સામે દર મહિને રૂા.10 કરોડના પગાર વર્ષે રીપેરીંગ મરામત વગેરેના રૂપિયા 200 કરોડના નિભાવ સહિત રૂા.300 કરોડના અને રૂા. 300 કરોડના વિકાસ કામો સહિત રૂા. 700 કરોડના આવક-જાવક (બજેટ) થાય છે.

ચીફ ઓડીટરે નોંધ્યુ છે કે બેલેન્સ સીટ રજૂ  નથી, વર્ષ અંતિત બાકી રહેતી ગ્રાન્ટનું પત્રક રજૂ કર્યુ નથી, આખર સિલક અંગે કેશબુક તથા બેંક પાસબુક મુજબ આખર સીલકનું મેળવણાનું પત્રક રજૂ કર્યુ નથી, ઓફીસ સ્ટાફનું એલડબલ્યુપી (લીવ વિધાઉટ પે-કપાત પગાર)નું પત્રક રજૂ કરાયું નથી.

આ માત્ર એક વખત નહીં દર વખતે થાય છે. એકાઉન્ટ શાખાને ઓડીટ પત્રો  બાદમાં યાદી પત્રો (સ્મૃતિપત્રો) લખે છતાં પૂર્તતા ન થાય માટે ઓડીટ પેરા કાઢીને રિપોર્ટ પ્રસિઘ્ધ કરવામાં આવે છે. આવી અત્યંત મહત્વની બાબતે રિપોર્ટમાં પારદર્શિતા રહી શકતી નથી. પ્રશ્ર્ન એ છે કે એકાઉન્ટ વિભાગ આવુ શા માટે કરતું હશે ? બેલેન્સ શીટ, પાસબુક, હિસાબ શા માટે રજૂ કરતાં નહીં હોય?  કંઇ ફોલ્ટ હશે તેમાં કંઇ રમત હશે, તેમાં કંઇ ગેરરિતી થતી હશે? આવા તો અનેક સવાલ સહેજે થાય કેમ કે નાણાંકીય પારદર્શિતા તો સ્થાનિક સ્વરાજયની સંસ્થાની પ્રથમ પારાશીશી છે.

ધોરણસરના પગલાં લેવા, પણ કયારે લેવા?

ઓડીટ રિપોર્ટ સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ કરી તેની પૂર્તતા ન થયાના મુદ્દાસર છણાવટ ઉપર સ્ટેન્ડીંગ  ચેરમેને ખાસ ટીપ્પણી કરીને જયાં જયાં કચાશ રહેતી હોય તો ધોરણસરના પગલા લેવા તેવી ગંભીર નોંધ લીધી છે પરંતુ ધોરણસરના પગલા કયારે લેવા? અથવા કયારે લેવાશે? નાણાંકીય પારદર્શિતા દર્શાવવી ખાસ જરૂરી જ નહીં ફરજીયાત હોવા છતાં પગલા કેમ લેવાતા નથી?

Related posts

અનલૉક સ્કૂલ: 11 જાન્યુઆરીથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ થશે

Nawanagar Time

જામનગરના રિક્ષાચાલકની પ્રમાણિકતા

Nawanagar Time

જામ્યુકોના ટાઉન પ્લાનિંગ વિભાગમાં કહેવાતા આરટીઆઈ ઍક્ટિવીસ્ટને પ્રવેશબંધી ફરમાવાઈ

Nawanagar Time

Leave a Comment