Nawanagar Time
ગુજરાત જામનગર

ઘેટાં-બકરાની નિકાસનો પ્રતિબંધ હાઇકોર્ટે ફગાવ્યો

the-ban-on-sheep-and-goat-exports-has-been-overturned-by-the-high-court

જામનગર:-કચ્છના દરિયાકાંઠે આવેલા તુણા બંદરેથી ઘેટા-બકરાંની નિકાસ પર પ્રતિબંધ ફરમાવતાં સરકારના આદેશને હાઇકોર્ટે ફગાવી દીધો છે. આ બંદરેથી ઘેટાં-બકરાંની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં 14 ડિસેમ્બર-2018ના રોજ  સરકારે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. તેની સામે નિકાસકારોએ હાઇકોર્ટમાં રીટ અરજી કરી હતી. તેના સંદર્ભમાં હાઇકોર્ટે આ જાહેરનામાને રદ કરતો હુક્મ કર્યો છે. સુપ્રિમ કોર્ટમાં જવા માટે છ સપ્તાહ સુધી હાઇકોર્ટના આ હુક્મ સામે મનાઇહુક્મ આપવાની સરકારની વિનંતીને પણ હાઇકોર્ટે નકારી કાઢી હતી.

ઘેટાં-બકરાંની નિકાસ પર પ્રતિબંધ લાદવો તે  આયાત-નિકાસ નીતિના ભંગ સમાન હોવાથી સરકારના નોટીફીકેશનને નિકાસકારોએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. કચ્છ જિલ્લામાં આવેલા તુણા બંદર એક માત્ર એવું બંદર છે કે જે દિનદયાલ ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટ દ્રારા સંચાલન કરવામાં આવે છે. આ બંદરેથી ઘેટા-બકરાંની નિકાસ થાય છે. તેને નિયંત્રિત કરવા અંગે કચ્છ જિલ્લા કલેકટરના હુક્મને હાઇકોર્ટે નકારી કાઢયા  રાજય સરકારે પશુઓની નિકાસ પર પ્રતિબંધ લાદવા અંગે જાહેરનામુ જારી કર્યું હતું. ગત વર્ષે બકરી ઇદના તહેવાર પહેલાં કચ્છ કલેકટરે નિકાસકારો દ્રારા પશુઓની થતી નિકાસ પશુઓ પરની ક્રૂરતા અટકાવવાના ભંગ સમાન ગણાવીને મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ માટેના ક્ધસાઇમેન્ટ અટકાવ્યા હતા.

Related posts

જામનગરથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના સમયમાં ફેરફાર કરાયો

Nawanagar Time

ખેડૂતોને બે કલાક વધુ વીજળી આપો: રાઘવજીભાઈનો ધ્રુજારો

Nawanagar Time

બીએપીએસ દ્વારા જામનગરમાં યોજાયો બાળ આનંદ મેળો

Nawanagar Time

Leave a Comment