Nawanagar Time
સ્વાદ પકવાન

સૂકા નાસ્તા માટે બેસ્ટ છે આ કડક મસાલા પૂરી

the-best-for-dry-snacks-is-to-meet-these-strict-spices

કડક મસાલા પૂરી સામગ્રી

  • બે કપ મેંદો અથવા ઘઉંનો લોટ
  • એક કપ બેસન
  • અડધો કપ મેથી ઝીણી સમારેલી
  • બે ચમચી આદું-લસણની પેસ્ટ
  • અડધી ચમચી ગરમ મસાલો
  • અડધી ચમચી હળદર પાવડર
  • એક ચમચી ધાણા પાવડર
  • લાલ મરચું પાવડર
  • એક નાની ચમચી અજમો
  • સ્વાદ અનુસાર મીઠું
  • તેલ

બનાવવાની રીત

સૌપ્રથમ મેંદો અથવા ઘઉંનો લોટ અથવા બેસન મિક્સ કરી એક વાસણમાં ચાળી લો. હવે લોટમાં મેથીના પત્તા, આદું-લસણની પેસ્ટ, અજમો, હળદર, ઘાણા, લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરો. ત્યાર બાદ લોટમાં થોડું-થોડું પાણી મિક્સ કરી નરમ લોટ બાંધી લો. લોટને 15 મિનિટ માટે ઢાંકી લો. ત્યારબાદ લોટમાંથી નાની પૂરીઓ વણી લો. ગેસ પર કઢાઈમાં તેલ ગરમ કરો. હવે તેલમાં પૂરી નાખી મધ્યમ આંચ પર બ્રાઉન થવા સુધી તળી લો. પૂરીને પલટી બીજી તરફ તળો. ત્યારબાદ તેને પ્લેટમાં નીકાળી લો. ગરમાગરમ મસાલા પૂરીને આચાર, ચટણી અથવા આલુની સબ્જી સાથે સર્વ કરો.

Related posts

માત્ર 7 મિનિટમાં બનાવો મસાલેદાર સેવ ટામેટાનું શાક, સ્વાદ રહી જશે મોંમાં

Nawanagar Time

ઘરે જ બનાવો પ્રસાદમાં ખવાતો સ્વાદિષ્ટ થોર

Nawanagar Time

સોસ સાથે સેન્ડવીચ ખાઈને થાક્યા હોય તો ઘરે બનાવો આ સેન્ડવીચની સ્પેશ્યલ લીલી ચટણી

Nawanagar Time

Leave a Comment