Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં સાંજે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ

the-bjps-central-office-at-jamnagar-on-the-eve-of-the-evening

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે 78-79 વિધાનસભા કાર્યાલય ખુલ્લા મુકાશે

જામનગર:-12- જામનગર લોકસભા તેમજ 78 અને 79 જામનગર વિધાનસભા ક્ષેત્રમાં  સાંજે ભાજપના મઘ્યસ્થ કાર્યાલયોનો શુભારંભ થશે. આ કાર્યાલયોને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે. આ કાર્યાલયોને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે ખુલ્લા મુકવામાં આવશે.

ચૂંટણીના પડઘમ વાગી ચૂંકયા છે. ત્યારે ભારતીય જનતા પક્ષને વિજય અપાવવા માટે જામનગરમાં કાર્યકરોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભા માટે લોકલાડીલા  ઉમેદવાર પૂનમબેન માડમે નામાંકન તેમજ ચૂંટણી કાર્યાલય ખુલ્લુ મુકયા બાદ તા.પ.ને શુક્રવારે મહાનગરના બન્ને વિધાનસભા કાર્યાલયોનો રંગેચંગે પ્રારંભ થશે.

આજે સાંજે 7 કલાકે શરૂસેકશન રોડ, શિવમ પંપ પાસે 78-જામનગર વિધાનસભા મઘ્યસ્થ કાર્યાલય અને 8 કલાકે દિગ્વીજય પ્લોટ, અંબિકા ડેરી સામે 79-જામનગર વિધાનસભા મઘ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવશે.

આ પ્રસંગે  વિધાનસભાના ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), અઘ્યક્ષ હસમુખ હિન્ડોચા તથા 79 વિધાનસભાના ઇન્ચાર્જ આર.સી. ફળદુ, મહામંત્રી પ્રકાશ બાંભણીયા, મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા અને ડો. વિમલ કગથરા સહિતના ભાજપના હોદેદારો તથા અનેક કાર્યકરો હાજર રહેશે.

Related posts

મંદિર-મસ્જિદ બંધ રહેતાં ફૂલબજારમાં મંદી

Nawanagar Time

આમાં… અગલે બરસ બપ્પા જલ્દી ક્યાંથી આવે?

Nawanagar Time

સા.. રા.. રા.. રા..જામનગરની બજારો રંગાઇ ‘ધૂળેટી’ના રંગોથી

Nawanagar Time

Leave a Comment